• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

રાપરમાં આંકડો લેતા બે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 16 : રાપર નગરમાં શિવ શેરી નજીક જાહેરમાં આંકડા લેતા બે શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 18,430 જપ્ત કર્યા હતા. રાપરમાં આવેલી શિવ શેરી પાસે એક શખ્સ લોકો પાસેથી આંકડા લેતો હોવાની પૂર્વબાતમીના આધારે અહીં પોલીસ ધસી આવી હતી અને અહીંથી મોહનલાલ સ્વરૂપચંદ ઠક્કર (રહે. અયોધ્યાપુરી) તથા અબ્દુલ સુમાર કુંભાર (રહે. અલજીબાપુ વાસ) નામના શખ્સોને પકડી પાડયા હતા. આ પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 18,320 તથા મોબાઇલ અને આંકડાનું સાહિત્ય એમ કુલ રૂા. 20,320નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, પરંતુ આ શખ્સો ઉપર કોને આંકડો લખાવતા હતા તે બહાર આવ્યું નહોતું. 

Panchang

dd