• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

ભચાઉમાં વહેમ રાખી યુવાન ઉપર બે શખ્સનો હુમલો

ગાંધીધામ, તા. 16 : ભચાઉમાં મહિલા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી બે શખ્સે એક યુવાનને માર માર્યો હતો. રાજકોટમાં રહેનારા મૂળ ભચાઉનો સાગર નામનો યુવાન ગત તા.8/4ના આયુષ્યમાન કઢાવવા, આધારકાર્ડ, પાનકાર્ડ લિંક કરાવવા ભચાઉ આવ્યો હતો, ત્યારે તા. 9/4માં તેને ભાવેશચતુર, અજયચતુર દેવીપૂજક નામના શખ્સો મામાના ઘરે લઈ જવાનું કહી મદીનાનગરમાં લઈ જઈ તેના ઉપર લોખંડના પાઈપ, ધોકા વડે હુમલો કર્યો હતો, જેમાં તેને આખા શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી તેને પ્રથમ ભચાઉ બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવાયો હતો, જ્યાં તેને આઈસીયુમાં રખાયો હતો. તેના પિતા વજુ મગન અમરા હડિયાએ બંને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. 

Panchang

dd