ભુજ, તા. 21 : ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલિંગ
દરમ્યાન એલસીબીએ વિંઢમાંથી ગેરકાયદે રેતી (ખનિજ) ભરેલું ડમ્પર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી
કરી હતી. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ પેટ્રોલિંગ દરમ્યાન તેમની ટીમે વિંઢના
પુલ પાસે માર્ગ પર આવતાં ડમ્પર નં. જીજે-07- વાયઝેડ-1952ને ઊભું રખાવી
તપાસ કરતાં તેમાં રેતી (ખનિજ) ભરેલી હતી. આ રેતીના આધાર-પુરાવા અંગે ચાલક લક્ષ્મણસિંહ
રાણુભા સોઢા (રહે. મોડકૂબા)ને પૂછતાં તેની પાસે નહોતા. આથી ડમ્પરને જપ્ત કરી, ખાણ-ખનિજ વિભાગને રિપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી
કરાઈ છે.