• રવિવાર, 22 માર્ચ, 2026

બુઢારમોરાના આધેડ સાથે ભેજાંબાજે ઓનલાઈન રૂા. 5.41 લાખ પડાવ્યા

ગાંધીધામ, તા. 21 :  અંજાર તાલુકાનાં બુઢારમોરાના  આધેડ સાથે અજાણ્યા શખ્સે રૂા. 5,41,5356ની ઓનલાઈન છેતરપિંડી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.  વિશલપુર  વિસ્તારમાં રહેતા  કાંતિભાઈ રામજીભાઈ સથવારાએ આરોપી  મહેન્દ્ર શર્મા (રહે. ઉતરપ્રદેશ) વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. છેતરપિંડીનો આ બનાવ ગત તા. 26/10/2025થી તા. 1/11/2025ના અરસામાં બન્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મહેન્દ્ર શર્મા નામના આરોપીએ ફરિયાદીને  ફોન કરીને કહ્યંy હતું કે, તમારાં ખાતાંમાં ભૂલથી એક લાખ રૂપિયા આવી ગયા છે, મારી પત્નીનો અકસ્માત થયો છે, હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. જલ્દીથી મારા નાણાં પરત આપવા કહ્યં  હતું. ત્યારબાદ ફરિયાદીને  વિશ્વાસમાં લઈને  આરોપીએ પોતાનાં બેંક ખાતાંમાં રૂા. 95678  તથા અન્ય  ખાતાંમાં ગૂગલ પેથી જુદા-જુદા વ્યવહારથી રૂા. 4,45,857   સાથે કુલ રૂા. 5,41,535 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી  ઓનલાઈન છેતરપિંડી કરી હતી. આરોપીએ ઓનલાઈન છેતરપિંડીનાં  કૃત્યને અંજામ આપવા માટે પહેલાં ફરિયાદીને રૂા. એક લાખ જમા થયા હોવાનો સંદેશ મોકલ્યો હતો. ત્યારબાદ આરોપીએ છેતરપિંડીનો કારસો રચ્યો હતો. વધતા જતા ઓનલાઈન  છેતરપિંડીના બનાવને લઈને પોલીસે નાગરિકોને જાગૃત બનવા અપીલ કરી હતી. 

Panchang

dd