ગાંધીધામ, તા. 23 : શહેરના જી.આઇ.ડી.સી. ઝૂંપડપટ્ટી
વિસ્તારમાં કાજલ ગગુબેન દેવીપૂજક (ઉ.વ. 18) નામની યુવતીએ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. બીજીતરફ આધોઇ શાહુનગરમાં
રેખા નરશી વાઘેલા (કોળી) (ઉ.વ. 17) નામની કિશોરીએ
ફાંસો ખાઇ છેલ્લાશ્વાસ લીધા હતા. શહેરના જી.આઇ.ડી.સી. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગત તા.
21/1ના બપોરના અરસામાં આ બનાવ બન્યો
હતો. પોતાની નાની-નાનાના ઘરે રહેનાર કાજલ નામની યુવતી ઘરે હતી ત્યારે અગમ્ય કારણોસર
તેણે લાકડાની આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. ગંભીર હાલતમાં આ યુવતીને
સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી જ્યાં સારવાર દરમ્યાન આ યુવતીએ
ગત તા. 22/1ના રાત્રિના અરસામાં દમ તોડી
દીધો હતો. તેણે કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી
છે. અન્ય એક આપઘાતનો બનાવ આધોઇ શાહુનગર સેક્ટર-ચાર,
મકાન નંબર 159માં બન્યો
હતો. અહીં રહેનાર મૂળ રામદેવપીરવાંઢની રેખા વાઘેલા નામની કિશોરી ગઇકાલે બપોરે હતી દરમ્યાન, અકળ કારણોસર તેણે ફાંસો ખાઇ લઇ પોતાનું જીવન
ટૂંકાવી લીધું હતું. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.