ભુજ, તા. 10 : માધાપર પોલીસ મથકે એલ.સી.બી.એ
નોંધાવેલી બે જુદી-જુદી ફરિયાદ મુજબ ગઇકાલે રાતે એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીનાં પગલે લોરિયાની પશ્ચિમ સીમમાં
વાડીવિસ્તારમાં જતા કાચા રસ્તા પરથી ફરીદ હાજી મેર (રહે. લોરિયા, હનુમાનનગર)ને ગેરકાયદે રાખેલી સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક કિં. રૂા. 2000 તથા બે ફૂટેલા કાર્ટિઝ અને
પાંચ જીવતા કાર્ટિઝ સાથે ઝડપી લીધા હતા. આ જ સ્થળેથી અન્ય આરોપી અનવર ઉર્ફે આરીફ હાજી
મેર (રહે. લોરિયા, હનુમાનનગર)ને
પણ ગેરકાયદે રાખેલી સિંગલ બેરલની દેશી બનાવટની બંદૂક કિં. રૂા. 2000 તથા બે ફૂટેલ કાર્ટિઝ અને પાંચ
વણફૂટેલા કાર્ટિઝ સાથે ઝડપી બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી
કરાઇ હતી.