• બુધવાર, 11 માર્ચ, 2026

ભચાઉમાં બંધ મકાનના નકુચા તોડી 21 હજારની ચોરી

ગાંધીધામ, તા. 10 : ભચાઉના જૂના બસ સ્ટેન્ડ નજીક ટાટાનગરમાં એક મકાનના પાછળના નકૂચા તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ રૂા. 21,090ની મતાની તફડંચી કરી હતી. ભચાઉના જૂના બસ સ્ટેન્ડ નજીક માધવ સર્વિસ સ્ટેશનની બાજુમાં ટાટાનગર વિસ્તારમાં ગત તા. 1/3થી 8/3 દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં આઉટસોર્સથી કામ કરનાર ફરિયાદી પ્રવીણ કાના મૂછડિયા અહીં પરિવાર સાથે રહે છે. ગત તા. 1/3ના તે પરિવાર સાથે પોતાના માતા-પિતાને ત્યાં જૂનાગઢ ગયા હતા, ત્યાંથી પરત આવતાં તેમના ઘરના પાછળના દરવાજાના નકૂચા તૂટેલા જણાયા હતા તેમજ ઘરના અંદરના દરવાજાનાં તાળાં, તિજોરીના તાળાં પણ તૂટેલાં જણાયાં હતાં. તસ્કરોએ આ બંધ મકાનમાંથી માની દીકરીઓના ગલ્લામાંથી રોકડ રૂા. 12000 તથા ઝાંઝરી, સોનાનો હીરો, ચાંદીનો જુડો વગેરે મળીને કુલ રૂા. 21,090ની મતાની ચોરી કરી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd