મુંબઈ, તા. 10 : સ્મૃતિ મંદાનાને વધુ એક સન્માન
મળ્યું છે, તે દેશની પહેલી એવી મહિલા
ક્રિકેટર બની છે, જેની પોતાની બાર્બી ડોલ બની છે, તેને આ સ્પોર્ટ્સ વીમેન કેટેગરીની બાર્બીનું સન્માન મળ્યું છે. સ્મૃતિએ ખુશી વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી.
તેણે જણાવ્યું હતું કે, `હું હજી પણ
આ ક્ષણને પચાવી રહી છું મારી સફરથી પ્રેરિત એક અનોખી બાર્બી ડોલને જોવી એ એવી વાત છે
જેની મેં બાળપણમાં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અદ્ભુત મહિલાઓ સાથે બાર્બીની `ડ્રીમ ટીમ'નો ભાગ બનવું મારા માટે ગૌરવની વાત છે. જ્યારે
છોકરીઓને શક્યતા દેખાય છે, તો તેઓ વધુ મોટાં સપનાં જુએ છે'
એમ તેણે લખ્યું હતું.