• બુધવાર, 11 માર્ચ, 2026

સામખિયાળી ટોલ પ્લાઝા પર યુવાન ઉપર ધોકા વડે હુમલો

ગાંધીધામ, તા. 10 : સામખિયાળી ટોલ નાકા પાસે હોર્ન વગાડવા મુદે ચાર અજાણ્યા શખ્સોએ યુવાનને મારી મારી તેની કારમાં તોડફોડ કરી હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહી જમીન લે-વેંચનો વ્યવસાય કરનાર દિપેન નિખિલ સોની નામનો યુવાન ગત તા.8/3ના ભુજ આવ્યો હતો. ત્યાં કામ પતાવીને  કાર નંબર જીજે-01-ડબલ્યુ ક્યુ-4314 લઈને તા.9/3ના પરત અમદાવાદ જઈ રહ્યો હતો. તે સામખિયાળી ટોલ પ્લાઝા પાસે પહોંચ્યો હતો ત્યારે આગળ ઉભેલી ગાડી માટે તેણે હોર્ન મારતાં અચાનક ચાર શખ્સોએ તેને ઘેરી લઈ કારમાંથી બહાર કાઢી તેને માર માર્યો હતો અને ધોકાઓ વડે કારના કાચ તોડી નાખ્યા હતા. આ શખ્સોએ હવે કચ્છમાં આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટોલ પ્લાઝા ઉપર આવી ગુંડાગર્દીના કારણે ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ  ધરી છે. 

Panchang

dd