ગાંધીધામ, તા. 10 : આદિપુરમાં સોશિયલ મીડિયામાં
વીડિયો વાયરલ કરી સમાજ વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ
નોંધાઈ હતી. શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેતા
એલએલબીનો અભ્યાસ કરનાર એક વિદ્યાર્થીએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને ગત
તા. 9/2ના સોશિયલ મીડિયા મારફતે વીડિયો
મળ્યો હતો, જેમાં આ વિદ્યાર્થીના સમાજને
અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી, વાણીવિલાસ કરી, સમાજની લાગણીને ઠેંસ પહોંચાડી બદનામ
કરવા અને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હતો. આ બનાવ અંગે આદિપુરમાં રહેતા દિગ્વિજયસિંહ અનિરુદ્ધસિંહ
જાડેજા સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.