• બુધવાર, 11 માર્ચ, 2026

મોડસરમાં વીજતંત્રની લાઇનમાં શોર્ટ સર્કિટથી વાડીમાં આગ ભભૂકી

ગાંધીધામ, તા. 10 : અંજાર તાલુકાનાં મોડસર ગામના વાડીવિસ્તારમાં પસાર થતી વીજલાઇનમાં શોર્ટ સર્કિટ થતાં નીચે શેરડીના પાક, લાઇન સળગી ગયા હતા. અંજારના સુગારિયામાં રહેતા વૃદ્ધ નાગદાન નારણ ગુજરિયા (આહીર) મોડસર ગામની સીમમાં વાડી ધરાવે છે. તેમની આ વાડી ઉપરથી પી.જી.વી.સી.એલ.ની લાઇન પસાર થાય છે. આ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા નીચે વૃદ્ધની વાડીમાં આગ ફાટી નીકળી હતી, જેમાં એક હેક્ટરમાં રહેલા શેરડીના પાકને નુકસાન થયું હતું તેમજ ટપક પદ્ધતિ માટેની રાખેલી લાઇનો સળગી ઊઠી હતી. બનાવ અંગે પોલીસે આગ અકસ્માતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd