કોડાય (તા. માંડવી), તા. 22 : તાલુકાના
મોટીખાખર ગામના ભરૂચ ખાતે આયોજિત પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન 25 વષ્રીય યુવાન રવિરાજાસિંહ જાડેજાનું
દુ:ખદ અવસાન થતાં પંથકમાં અરેરાટી વ્યાપી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ પોલીસ
હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં પાંચ કિલોમીટરની દોડ પૂર્ણ કર્યા બાદ રવિરાજસિંહ અચાનક મેદાન
પર ઢળી પડ્યા હતા. સ્થળ પર હાજર એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર
દરમિયાન તેમનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે રવિરાજસિંહના પિતા મહેન્દ્રાસિંહ
હાલ વડોદરા એસઆરપી ગ્રુપ-2માં ફરજ બજાવે
છે. આ દુ:ખદ ઘટનાથી સમગ્ર પરિવાર તેમજ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.