ભુજ, તા. 22 : અબડાસા તાલુકાનાં મુખ્ય મથક
નલિયામાં ચોરીના બનાવો વધતાં વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે. બે દુકાનમાંથી તફડંચી થતાં
આ અંગે ફરિયાદ સાથે વેપારીઓએ પોલીસમાં રજૂઆત કરી હતી. નલિયામાં સિદ્ધિવિનાયક મોબાઈલ
શોપ નામની દુકાનની છતમાંનું પતરું ખસેડી દુકાનના ગલ્લામાંથી ત્રણ હજાર તેમજ દાનપેટીમાંથી
બે હજારની ચોરી થઈ હતી. આ ઉપરાંત આ દુકાનની બાજુમાં આવેલી ઈમ્તિયાઝ સતાર સાગરપોત્રાની
એ.આર. ફેશન નામની દુકાનના ગલ્લામાંથી પણ બે હજાર ચોર ઈસમ ચોરી ગયાની ફરિયાદ જિજ્ઞેશ
મહેન્દ્રભાઈ ઠક્કરે નોંધાવી છે.નલિયામાં ચોર તત્ત્વો બેફામ બનતાં આવી ચોરીના બનાવો
વધતાં વેપારીઓએ પોલીસ સમક્ષ આવાં તત્ત્વોને ઝડપી ધાક બેસાડતી કાયદેસરની કાર્યવાહી કરવા
રજૂઆત કરી છે.