ભુજ, તા. 12: તાલુકાના
એક ગામ રહેતી યુવા પરિણીતા સાથે મિત્રતા કેળવી અને બાદમાં પરિણીતાએ મેસેજો કરવાની
ના પાડવા છતાં અવાર-નવાર મેસેજો અને ફોન કરી ફરિયાદી તથા તેના પતિને જાનથી મારી
નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. ગત નવેમ્બરથી છ જાન્યુઆરી દરમ્યાન આ બનાવ
અંગે માનકૂવા પોલીસ મથકે યુવા પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ફારુક ઓસ્માણ
નોડે (રહે. મોથાળા, તા. અબડાસા) સાથે મિત્રતા હોઈ પંદરેક દિવસ મિત્રતાના નામે વાત કર્યા બાદ
ફરિયાદીએ ફોન-મેસેજો કરવાની ના પાડવા છતાં અવાર-નવાર ફોન-મેસેજો કરી, અગલ-અલગ નંબરથી ફરિયાદીના પિતા તથા પતિને ફરિયાદી વિશેના બિભત્સ મેસેજો
કર્યા હતા. આરોપીએ ફરિયાદી તથા તેના પતિને જાનથી મારી નાખવા ધમકી આપ્યાની ફરિયાદ
નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.