ભુજ, તા. 23 : તાલુકાના
એક ગામમાં સગીરા સાથે સમયાંતરે ત્રણ શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની અને અન્ય બે પીછો કરી
બીભત્સ માગણી કરી છેડતી કર્યાની ફરિયાદ નોંધાતાં ચાર આરોપીને ઝડપી લેવાયા છે, જેમાં બે સગીર અને બે વયસ્ક છે. આ અંગે ગઇકાલે માનકૂવા પોલીસ મથકે 14 વર્ષની સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સગીરાના
ભાઇને મારી નાખવાની ધમકી આપી મે માસમાં પ્રથમ આરોપીએ અવાવરુ જગ્યાએ બોલાવી છરી બતાવી
અપહરણ કરી બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવના સાતેક દિવસ
બાદ બીજા નંબરના આરોપીએ સગીરાને બ્લેકમેઇલિંગ કરી તેણે પણ દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ બાદ ઓકટોબર માસમાં વધુ એક ત્રીજા નંબરવાળા આરોપીએ ખંડેર જેવાં મકાનમાં લઇ જઇ બળજબરીથી
દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ ચાર અને
પાંચ નંબરવાળા આરોપીઓએ સગીરાનો પીછો કરી બીભત્સ માગણી કરી હતી. માનકૂવા પોલીસે પોકસો, દુષ્કર્મ, છેડતી સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો
અને આ બનાવની તપાસ બી-ડિવિઝનના પી.આઇ. શક્તિસિંહ રાણાને સોંપાઇ હતી. તપાસકર્તા શ્રી
રાણાનો સંપર્ક કરતાં આ કેસના ચાર આરોપીની અટક કરી લેવાઇ છે અને એકને ઝડપવા ચક્રો ગતિમાન
કર્યા છે. આ ચાર પૈકી બે સગીર અને બે વયસ્ક ઇજાજ રમજુ ત્રાયા, શરફરાજ વલીમામદ ખલીફ (રહે. બન્ને સામત્રા) છે. અત્રે નોંધનીય છે કે,
નવેમ્બરમાં પણ ફરિયાદીએ આ મતલબની એક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.