ગાંધીધામ, તા. 19 : માંડવી
તાલુકાનાં પીપરીમાં જુગાર રમતા સાત શખ્સને પોલીસે પાંજરે પુર્યા હતા. પોલીસના સત્તાવાર
સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે હરજી માલાભાઈ સંઘારની વાડીના પાછળના
ભાગમાં કાર્યવાહી કરી હતી. બાવળની ઝાડીઓમાં આરોપી જખરાજલ આશરિયા સંઘાર, રાજેશ વેલજીભાઈ રાજગોર, કરશન આશરિયા સંઘાર, ધનજી તેજશી મહેશ્વરી, નારણ
ચત્રભુજ રાજગોર, સુરેશ ખીમજી મહેશ્વરી, કમલેશ નારણ મોતાને
પોલીસે ઝડપી પાડયા હતા. પડમાંથી રોકડા રૂા. 11,400 કબજે
કરાયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.