• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

ભોજાય, કોટાયમાં ચોરી કરનારા ચાર તસ્કર પાંજરે પુરાયા

ગાંધીધામ, તા. 19 : પશ્ચિમ કચ્છમાં ઘરફોડ અને અન્ય ચોરીના બનાવને અંજામ આપનારા ચાર તસ્કરને પોલીસે પાંજરે પૂરી ત્રણ તસ્કરીના ભેદ ઉકેલ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન તમામ ચોરાઉ મુદ્દામાલ કબજે કરાયો હતો.

પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલ.સી.બી. દ્વારા ભોજાય ખાતે પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આરોપી ચંદુ ઈસ્માઈલ કોલી અને તેના સાગરિતો શંકાસ્પદ મુદ્દામાલ સગેવગે કરવાની પેરવીમાં હોવાની બાતમીના આધારે ભોજાય પાસે કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીઓ ચંદુ ઈસ્માઈલ કોલી, ચિંતન ઉર્ફે ચીંટુ ઠાકરશી ઓડિયાણા અને રાજેશ ઈસ્માલ કોલીને ઝડપી પાડયા હતા. અઆરોપીઓના કબજામાંથી પવનચક્કીના નટ-બોલ્ટ અને બેટરી મળી આવ્યા હતા, જેના કોઈ આધાર પુરાવા આરોપીઓ રજૂ કરી શક્યા ન હતા. પોલીસે આદરેલી કડક પૂછપરછમાં નટ-બોલ્ટ, ભોજાયમાં સુઝલોન કંપીનીના ભાડાના મકાનમાંથી ચોરી કરી હોવાની અને બેટરી તૂફાન ગાડીમાંથી ચોરી હોવાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત આરોપીઓએ  ભોજાયમાંથી એક જ્યુપીટર વાહન અને શાઈન મોટરસાઈકલ અને વાડીઓમાંથી  ટપક માટેની ડ્રીપ લાઈનની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીઓના કબજામાંથી  ચાર હજારની કિંમતના નટ-બોલ્ટ30 હજારની કિંમતની બેટરી, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

ભુજ તાલુકાના માધાપરમાં થયેલી ઘરફોડ ચોરીના આરોપીને પોલીસે દબોચી લીધો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આરોપી અલ્પેશ વિનોદ વાઘેલા   લોડિંગ વાહન ભરીને જતો હોવાની બાતમીના આધારે એલસીબીએ કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી મળી આવેલા ચોરાઉ મનાતા મુદ્દામાલ અંગે કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો. પૂછપરછ દરમ્યાન તેણે કબૂલાત આપી હતી. વાસણો, ઘરેણા કોટાયમાં ચોરી કર્યા હોવાની અને માંડવી મુંદરાના ગામડાંમાં બંધ મકાન હોય તેવા ઘરે ચોરીને અંજામ અપાતો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીના કબજામાંથી 32 હજારની કિંમતના ઘરેણા, 30 હજારની કિંમતના વાસણો અને એક લાખની કિંમતનું વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd