• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

કચ્છનાં રણમાં ગુમ થયેલા ઈજનેરના શોધખોળના પ્રયાસ વચ્ચે મૃતદેહ મળ્યો

ગાંધીધામ, તા. 10 : કચ્છમાં  રણમાં સોલાર પ્રોજેક્ટના સર્વક્ષણ  માટે ગયેલા અને ગુમ થનારા ઈજનેર અર્બન પાલ(ઉ.વ.55)ને શોધવાના પ્રયાસો વચ્ચે આજે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. અદાણી કંપનીના સોલાર પ્રકલ્પની કામગીરી માટે ગત રવિવારે ગાડીઓમાં ઈજનેર, ટેકનિશિયન, મજુરો સહિતનો કાફલો રણમાં પ્રવેશ્યો હતો. એક ગાડી રણમાં ગઈ હતી. દરમ્યાન આગળ વાહન જઈ શકે તેમ હોવાથી  બે જણ પગપાળા સર્વેની કામગીરી માટે ગયા હતા. એન્જિનીયર અર્નબ પાલ ગાડીની શોધમાં આગળ જતા તે અચાનક રણમાં ગાયબ થયા હતા. રણમાં રસ્તો ભૂલેલા ઈજનેરને શોધવા માટે બી.એસ.એફ. દ્વારા ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ આરંભી હતી. આ ઉપરાંત પોલીસ અને બી.એસ.એફ.ના 100 વધુ લોકો રણના વિવિધ વિસ્તાર ખુંદી વળ્યા હતા. આ તપાસના ધમધમાટ વચ્ચે પાંચમાં દિવસે બેલા નજીક સુકનાવાંઢ રણ વિસ્તારમાંથી આજે સાંજે 7 વાગ્યાના અરસામાં અર્બન પાલનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ આધેડના મૃતદેહને ફોરેન્સિક અભ્યાસ  માટે જામનગર મોકલવામાં આવશે. ગરમીનાં કારણે તેમનું મૃત થયું હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd