• બુધવાર, 30 એપ્રિલ, 2025

દુષ્કર્મના ગુનામાં નાસતો જૂની દુધઈનો આરોપી ઝડપાયો

ગાંધીધામ, તા. 21 : દુષ્કર્મના ગુનામાં નાસતા વર્ષ-2018થી નાસતા આરોપી અલારખા કાસમ સમાને પૂર્વ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, દુધઈ પોલીસ મથકમાં જૂની દુધઈના મફતપરા વિસ્તારના આરોપી અલારખ વિરુદ્ધ દુષ્કર્મ સહિતના ત્રણ ગુના નોંધાયેલા હતા, જેથી ધરપકડથી બચવા આ આરોપી નાસતો ફરતો હતો. દરમિયાન પોલીસે પૂર્વ બાતમીના આધારે તેને ઝડપી પાડી અને સ્થાનિક દુધઈ પોલીસ મથકને સોંપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd