• બુધવાર, 18 માર્ચ, 2026

ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા

ભુજ, તા. 17 : ચેક પરત ફરવાના કેસમાં આરોપી ગોકુલ ઉબનારે ધુડુ ઉબનારે (રહે. દિલ્હી)ને એક વર્ષની સાદી કેદ તથા વળતર પેટે રૂા. 15 લાખ આપવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની ટૂંકમાં વિગતો મુજબ બીએસએફમાં નોકરી કરતા રોશનકુમાર દીપનારાયણ ઝા સાથે જ નોકરી કરતા ગોકુલ ઉબનારે ધુડુ ઉબનારે બંને વચ્ચે વર્ષોથી ઘનિષ્ઠ મિત્રતા હોઈ આરોપી ગોકુલ વર્ષ 2023માં નિવૃત્ત થયા હતા અને શેરબજારનું કામકાજ શરૂ કર્યું હતું. ફરિયાદીને અવારનવાર રોકાણ માટે નાણાં માગ્યાં હતાં અને મહિને 8થી 15 ટકા પ્રોફિટ આપવાની વાત કરી હતી. આથી ફરિયાદીએ 18 લાખ લોન લઈ 10 લાખ તેમણે તથા આઠ લાખ પત્ની સ્વીટી ઝા પાસેથી મળી 18 લાખ આપ્યા હતા, જેના બે ચેક આપ્યા હતા. 10 લાખના પાંચ મહિનામાં ફક્ત 9300 આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરતાં 10 લાખનો ચેક બેંકમાં નાખતાં તે પરત ફર્યો હતો, જે અંગે કેસ દાખલ કરતાં ભુજના ચોથા અધિક ચીફ જ્યુ. મેજિ. રાહુલ સતીષભાઈ સિંગલે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ફરિયાદીને વળતર પેટે રૂા. 15 લાખ ચૂકવી આપવા હુકમ કર્યો છે. ફરિયાદપક્ષે વકીલ વી.આર. જાડેજા હાજર રહ્યા હતા. 

Panchang

dd