• બુધવાર, 30 એપ્રિલ, 2025

પૂર્વ કચ્છમાં અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ઝુંબેશ જારી : એક દબાણ તોડાયું

ગાંધીધામ, તા. 21 : પૂર્વ કચ્છ પોલીસે અસામાજિક તત્ત્વો વિરુદ્ધની ઝુંબેશ ચાલુ રાખી હતી અને અંજારના લાખાપરના શખ્સના બિનઅધિકૃત દબાણ તોડી પડાયાં હતાં તેમજ સિનુગ્રા, મેઘપર કુંભારડીમાં વીજ જોડાણો કાપી દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ કંડલામાં વીજ જોડાણ કાપી લેવાયાં હતાં. અંજાર તાલુકાના લાખાપરમાં રહેનાર સુજા દેવા રબારી વિરુદ્ધ દારૂ અંગેના 16 ગુના નોંધાયેલા છે. આ શખ્સે બિનઅધિકૃત બાંધકામ કર્યું હોવાનું પોલીસનાં ધ્યાને આવતાં વહીવટી તંત્રને સાથે રાખીને આ દબાણ તોડી પાડવામાં આવ્યાં હતાં. અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં રહેનાર અનવર આદમ કકલ વિરુદ્ધ શરીર, મિલકત સંબંધી ગુના નોંધાયેલા છે. આ શખ્સે ગેરકાયદે વીજ જોડાણ મેળવ્યું હોવાથી વીજ તંત્રની ટીમ સાથે પોલીસ ત્યાં પહોંચી હતી અને વીજ જોડાણ કાપી આ શખ્સને રૂા. 29,629નો દંડ ફટકારવામાં આવ્યો હતો. બીજીબાજુ અંજારના જ મેઘપર કુંભારડી મેઘમાયા વિસ્તારમાં રહેનાર રમેશ જખરા કુડેચા નામના શખ્સ વિરુદ્ધ દારૂ, શરીર, મિલકત સંબંધી 20 જેટલા ગુના નોંધાયેલા છે. આ શખ્સે બિનઅધિકૃત રીતે વીજ જોડાણ મેળવ્યું હોવાનું બહાર આવતાં વીજ તંત્રની ટીમ સાથે પોલીસ ત્યાં પહોંચી હતી અને વીજ જોડાણ કાપી ઘરમાં રહેલા વીજ ઉપકરણોની યાદી બનાવી તેને રૂા. બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કંડલા પોલીસે ડી.પી.એ.ની ટીમ સાથે રહી ગુડીબેન જાનમામદ ઇસ્માઇલ પરીટ તથા ફિરોઝ ઇબ્રાહીમ બાપડાના ગેરકાયદેસરના વીજ જોડાણ કપાવી નાખ્યાં હતાં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd