ભુજ, તા. 21 : શહેરમાં અડચણરૂપ પાર્ક કરાયેલા
વાહનો સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુલ 56 વાહન સામે કાર્યવાહી કરી કુલ
રૂા. 19,000નો દંડ ફટકારાયો હતો, તો 22 વાહનમાંથી બ્લેક ફિલ્મ દૂર કરાઈ હતી તથા અતિઝડપવાળા 25 વાહન સામે પણ ઈ-ચલણ સહિતની
કાર્યવાહી કરાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, આ ઝુંબેશ દરમિયાન કેન્દ્ર રહેલા જ્યુબિલી સર્કલથી રિલાયન્સ સર્કલ, પ્રિન્સ રેસિડેન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સરપટનાકાથી ખેંગારબાગ સુધીના વિસ્તારના તમામ માર્ગ પર વાહનચાલકો દ્વારા અડચણરૂપ
પાર્ક કરાયેલા વાહનોમાં લોક લગાડી કુલ રૂા. 19,000નો દંડ કરાયો હતો, તો 22 વાહનમાંથી
બ્લેક ફિલ્મ કઢાઈ હતી અને અતિઝડપવાળા 25 વાહન સામે ઈ-ચલણની કાર્યવાહી હાથ ધરાઈ હતી.