• બુધવાર, 30 એપ્રિલ, 2025

ગાંધીધામમાં વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 19 : તાલુકાના જવાહરનગરમાં હોટેલ ચલાવનારા યુવાને ગાંધીધામના શખ્સ પાસેથી વ્યાજે પૈસા લઇ ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરાતાં બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જવાહરનગરમાં કચ્છ પાર્કિંગ પ્લોટમાં દેશી પંજાબી ઢાબા ચલાવનારા ફરિયાદી રિષિસિંઘ સુમેરસિંઘ રાજપૂતની ઓળખ આદિપુરમાં રહી કડિયાકામ કરનારા વાસુ પ્રજાપતિ સાથે થઇ  હતી. બાદમાં ફરિયાદીને પૈસાની જરૂરિયાત પડતાં તેણે પોતાના આ મિત્રને વાત કરી હતી. વાસુ પ્રજાપતિ ફરિયાદીને ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં લઇ આવી રણજિતસિંહ જાડેજા પાસેથી રૂા. ચાર લાખ 10 ટકા વ્યાજે લઇ આપ્યા હતા. ફરિયાદીએ મહિને 40,000ના હપ્તા ભર્યા હતા. બાદમાં ચંદ્રવિલાસ હોટેલ પાસે આ બંને શખ્સને રૂા. 3,50,000 આપી દીધા હતા. રૂા. 5,50,000 ચૂકવ્યા છતાં ફરિયાદીની કાર આ શખ્સો ઉઠાવી ગયા હતા અને બંને શખ્સ વારંવાર પઠાણી ઉઘરાણી કરતા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd