ભુજ, તા. 19 : ઠગાઈ અંગે ભુજ શહેર બી-ડિવિઝન
પોલીસ મથકમાં નોંધાયેલા ત્રણ તથા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનામાં
નાસતા-ફરતા આરોપીઓ અકરમ અનવર હુસેન સુમરા તથા નોશીન અકરમ સુમરાને પોલીસે ઝડપી પાડયા
હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ
બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભુજની જૂની બકાલી કોલોનીમાં રહેતું દંપતીને
છત્રાલ ખાતે અલ્સફા સોસાયટીમાંથી ઝડપી પાડી તેમની સઘન પૂછપરછ હાથ ધરાતાં ઉપરોક્ત ગુનામાં
ધરપકડથી બચવા નાસતા હોવાની કેફિયત આપી હતી. બંનેને ભુજ શહેર બી-ડિવિઝન પોલીસને સોંપાયા
હતા.