ગાંધીધામ, તા. 17 : શહેરના
ચાવલા ચોક નજીક જાહેરમાં પત્તા ટીંચતા પાંચ શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂ.16,320 જપ્ત
કર્યા હતા. શહેરના ચાવલા ચોક નજીક નુતન લોજ પાસેની શેરીમાં આજે સાંજે અમુક શખ્સો
ગોળ કુંડાળું વાળીને પત્તા ટીંચી રહ્યા હતા તેવામાં અચાનક આવેલી પોલીસે ભરત
ધીરજલાલ સોની (રહે. ભારતનગર),
વિજયસિંહ રણજીતસિંહ જાડેજા(રહે. ગળપાદર), મહેશ
ભવાન જોશી (રહે. આદિપુર), કાનારામ વક્તારામ સુથાર (રહે.
સેકટર-પાંચ) તથા સુલ્તાન ઈશા ભટ્ટી (રહે. ખારીરોહર) નામના શખ્સોને દબોચી લીધા હતા.
જાહેરમાં ગંજીપાના વડે પોતાનું નશીબ
અજમાવતા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂ.16,320 તથા ત્રણ મોબાઈલ જપ્ત કર્યા હતા.