ગાંધીધામ, તા. 10 : પૂર્વ કચ્છના વાગડ પંથકના ચાર બુટલેગરો વિરુદ્ધ
પોલીસે પાસાનું શત્ર ઉગામી ચારેયને જુદી જુદી જેલમાં ધકેલી દીધા હતા. થોડા સમય પહેલાં
પણ પોલીસે આવી કાર્યવાહી કરી હતી જેના કારણે આવા તત્ત્વોમાં સોપો પડી ગયો છે. રાપર
તાલુકાના મોટી રવ ગામે રહેતા ભરતસિંહ પ્રવીણસિંહ નાગજી જાડેજા, વનરાજસિંહ દિલુભા ધીરુભા
જાડેજા, યશદીપસિંહ ઉર્ફે યશપાલસિંહ બળવંતસિંહ મનુભા જાડેજા તથા લાકડિયાના સિદ્ધરાજસિંહ
બલવંતસિંહ જાડેજા વિરુદ્ધ પાસાના કાગળિયા તૈયાર કરવામાં આવ્યા હતા, જે જિલ્લા સમાહર્તા
સમક્ષ મોકલાવતાં ત્યાંથી લીલીઝંડી મળી હતી. પોલીસે તમામ શખ્સોને પકડી પાડી ભરતસિંહને
જિલ્લા જેલ ભાવનગર, વનરાજસિંહને તથા સિદ્ધરાજસિંહને મધ્યસ્થ જેલ અમદાવાદ અને યશદીપસિંહને
મધ્યસ્થ જેલ લાજપોર, સુરત ખાતે ધકેલી દીધા હતા. ભરતસિંહ અને વનરાજસિંહ વિરુદ્ધ અગાઉ
ભચાઉ-રાપરમાં દારૂ સંબંધી બે ગુના નોંધાયેલા છે. યશદીપસિંહ સામે રાપરમાં ત્રણ, ભચાઉમાં
બે અને આડેસર અંજારમાં એક-એક ગુના દારૂના નોંધાયેલા છે. સિદ્ધરાજસિંહ વિરુદ્ધ ગઢશીશા
પોલીસ મથકે આર્મ્સ એક્ટ, ભચાઉમાં મારામારી તથા લાકડિયા અને પદ્ધરમાં પણ ગુના નોંધાયેલા
છે. પોલીસની આવી કાર્યવાહીથી આવાં તત્ત્વોમાં સોપો પડી ગયો હતે.