• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસમાં ભુજના વકીલને શરતો આધીન જામીનમુક્તિ

ભુજ, તા. 4 : જે-તે સમયે ભારે ચકચારી બનેલા મહિલા સાથેના દુષ્કર્મ અને ધમકી તથા હુમલા સહિતની કલમોવાળા ફોજદારી કેસમાં ભુજના ધારાશાત્રી હેનરી જેમ્સ ચાકોને જિલ્લા અદાલતે શરતોને આધીન જામીન ઉપર મુક્તિ આપી હતી. ભોગ બનનારને લગ્નની લાલચ આપી તેનું શારીરિક શોષણ કરવાના તથા ગાળો આપવા સાથે પુત્રને મારી નાખવાની ધમકી દઇ ચીપિયા વડે માર મારવા સહિતના આરોપસર આ ગુનો અત્રેના બી-ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયો હતો, જેમાં આરોપી વ્યવસાયે વકીલ અને અખિલ ભારત ભ્રષ્ટાચાર એવમ અપરાધ નિવારણ પરિષદના કચ્છના પ્રિન્સિપાલ સેક્રેટરી હેનરી ચાકોની ગત તા. 30મી સપ્ટેમ્બરના ધરપકડ કરાઇ હતી. દરમ્યાન આ કેસમાં આરોપી માટે મુકાયેલી નિયમિત જામીન અરજીની સુનાવણી જિલ્લા અદાલત સમક્ષ થઇ હતી. બન્ને પક્ષની દલીલો તથા જરૂરી આધાર-પુરાવા તપાસીને ન્યાયાધીશે શરતોને આધીન જામીન આપતો આદેશ કર્યો હતો. આ સુનાવણીમાં ચાકોના વકીલ તરીકે અહીંના આર.એસ. ગઢવી સાથે વી.જી. ચૌધરી, વિશ્વા એન. પરમાર, હિરેન પી. ગઢવી અને શિવમ બી. સોલંકી હાજર રહ્યા હતા. - ફરજમાં રુકાવટમાં નિર્દોષ : મુંદરા ખાતે નદીનાં મેદાનમાં આર.ટી.ઓ. દ્વારા યોજાયેલા ફિટનેસ કેમ્પમાં તંત્રના ફરજ ઉપરના ઇન્સ્પેક્ટરની ફરજમાં રુકાવટ કરવા સાથે ગાળાગાળી સહિતનું કૃત્ય આચરવાના આરોપ સાથે દાખલ થયેલા ફોજદારી કેસમાં બન્ને આરોપી અબરાર ફકીરમામદ સમા અને શાહુદીન અકબરઅલી કુરેશીને નિર્દોષ ઠેરવીને છોડી મૂકતો ચુકાદો અપાયો હતો. મુંદરાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી બાદ તેમણે આ ચુકાદો આપ્યો હતો. આરોપીના વકીલ તરીકે એમ.એચ. રાઠોડ, ફરહાનખાન સિંધી, હનિફભાઇ જત, ધીરજભાઇ જાટિયા, આસીફભાઇ કુંભાર, હાસમશા શેખ, શેરાબેન રાઠોડ, ઉમર સમા અને આમતુલ્લાબેન કુરેશી રહ્યા  હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd