ગાંધીધામ, તા. 30 : શહેરના ભારત નગર વિસ્તારમાં તસ્કરોએ નાસ્તાની
કેબિનમાં હાથફેરો કર્યો હોવાની અહેવાલ સાંપડયા હતા. સ્થાનિકોએ વિગતો આપતાં જણાવ્યું
હતું કે, ગઈકાલે રાત્રિના અરસામાં આશાપુરા મંદિર પાસે આવેલા બે ચાની કેબિન અને એક નાસ્તાની
કેબિનને નિશાન બનાવી હતી. તસ્કરોએ અહીંથી રોકડા રૂા. 2થી 3 હજાર અને એક ગેસનો
બાટલો ચોરી ગયા હતા. ગાંધીધામ સંકુલમાં બનતા
ચોરીના બનાવ અંગે જાગૃત નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી હતી.