• શનિવાર, 19 એપ્રિલ, 2025

સગીરાનું અપહરણ કરનારા આરોપીઓ હૈદરાબાદથી ઝડપાયા

ભુજ, તા. 29 : મુંદરા તાલુકાના પ્રાગપર પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં સંડોવાયેલા મણિશંકર ઉર્ફે સોનુ જગન્નાથ બારીક અને રવિશંકર જગન્નાથ બારીકને પ્રાગપર પોલીસે હૈદરાબાદથી ઝડપી પાડયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ, આરોપીઓ સગીરાનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયા હોવાની પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને ભોગ ભનનારી સગીરાને મુક્ત કરાવી આરોપીઓને પકડી પાડયા હતા અને પ્રાગપર પોલીસ મથકે લાવ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd