• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

શિકારપુર પાસે દેશી બંદૂક સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 10 : ભચાઉના શિકારપુર નજીકથી એક શખ્સને પોલીસે પકડી પાડી રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરી હતી. શિકારપુરમાં રહેનાર અસલમ અબ્બાસ ત્રાયા પાસે ગેરકાયદેસર અગ્નિશત્ર હોવાની અને તે ગામથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાજુ આવી રહ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી. આ શખ્સ ત્યાંથી પસાર થતાં તેને પકડી પાડી તેણે ઓઢેલી શાલ હટાવીને તપાસ કરાતાં આ શખ્સ પાસેથી હાથ બનાવટની દેશી બંદૂક મળી આવી હતી. આ બંદૂક તેણે જાતે જ બનાવી હતી. તેણે આ બંદૂક પાક રક્ષણ માટે બનાવી હતી કે, શિકાર કરવા માટે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang