• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

ભરણપોષણના કેસમાં શખ્સને 750 દિવસની કેદની સજા

ભુજ, તા. 11 : ભરણપોષણના કેસમાં ભુજની ફેમિલી કોર્ટે અરવિંદ શામજી વેકરિયાને 750 દિવસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. અરજદાર મીનાબેને પતિ અરવિંદ વેકરિયા પાસેથી ભરણ પોષણ મેળવવા કરેલી અરજી કોર્ટે મંજૂર કરતાં રકમ ચૂકવવા આદેશ કર્યો હતો, જે ન ચૂકવાતાં ફેમિલી કોર્ટમાં ધા નખાઈ હતી. કોર્ટે બંને પક્ષને સાંભળ્યા બાદ અરવિંદ વેકરિયાને 50 માસ માટે એક માસના 15 દિવસ લેખે કુલ 750 દિવસની કેદની સજાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં અરજદાર વતી વકીલ મેહુલ શંકરલાલ જોશીએ દલીલ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang