ગાંધીધામ, તા. 22 : અંજાર શહેરમાં ધારાશાત્રીના
ઘરમાં થયેલ ઘરફોડ ચોરી, ખેડોઈ ખાતે
મંદિર ચોરી તથા 15 જેટલા મોબાઈલ
શોધી કાઢી તેના મૂળ માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પરત સોંપ્યા હતા.અંજાર
શહેરમાં થોડા સમય અગાઉ ધારાશાત્રીનાં ઘરમાંથી ધોળા દિવસે લાખોની મતાની ચોરી થઈ હતી, જેનો ભેદ પોલીસે ઉકેલી લઈ આરોપીઓને પકડી પાડી
મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ વર્ષ 2021માં નાની ખેડોઈ ખાતે રામાપીરના મંદિરમાંથી લાખોના આભૂષણોની ચોરી થઈ હતી, જેમાં પોલીસે અમુક મુદ્દામાલ શોધી કાઢ્યો હતો. તથા જુદા-જુદા 15 જેટલા મોબાઈલ ગુમ થયા હતા.
અંજાર પોલીસ દ્વારા આજે તેરા તુજકો અર્પણ્ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત રાજ્યકક્ષાના ઉચ્ચ શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજાર પોલીસની જુદી-જુદી
કામગીરીની નોંધ લઈ અભિનંદન પાઠવ્યા હતા. પોલીસવડા સાગર બાગમારએ પૂર્વ કચ્છના લોકોને
વધુમાં વધુ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરીથી અપીલ કરી હતી. તેમણે પણ અંજાર પોલીસની
ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ વેળાએ 15 મોબાઈલ, આભૂષણો, રોકડ રકમ,
દાગીના વગેરે મળીને કુલ રૂા. 13,02,492નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો. આ વેળાએ પાલિકા પ્રમુખ
વૈભવ કોડરાણી, અગ્રણીઓ, અંજાર પી.આઈ. એ.આર. ગોહિલ વગેરે હાજર રહ્યા હતા.