• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

ભૂકંપથી પહેલાં શું કરવું જરૂરી ?

કચ્છમિત્ર પ્રસ્તુત `સુરક્ષા સેતુ' શ્રેણી આપને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવાની ખાસ ટિપ્સ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ અનોખી શ્રેણીનો હેતુ દરેક નાગરિકને આપદા સમયે સજ્જ અને સુરક્ષિત બનાવવાનો છે. ધરતીકંપ જેવી કુદરતી આફત સમયે ગભરાવાને બદલે જો સમજદારીથી કામ લેવામાં આવે, તો જીવ બચાવી શકાય છે. - ભૂકંપ પ્રતિરોધક મકાનોથી બચશે માનવ-સંપત્તિ હાનિ : * ઘરની છત કે દીવાલોમાં સરળતાથી દેખાય તેવી તિરાડો હોય તો તરત સમારકામ કરાવો. * ઈલેક્ટ્રિક વાયરિંગ, લીક થતા ગેસની સમસ્યાઓ ગંભીરતાથી દૂર કરાવો. * વોટરહીટર, એલપીજી ગેસ સિલિન્ડર દીવાલને અડીને રાખવાથી તેનાં કારણે નુકસાનથી બચી શકાશે. * ઘરમાં મોજૂદ જ્વલનશીલ (સળગી જાય તેવી) વસ્તુઓને સૌથી નીચી જગ્યાએ રાખવી. * હોસ્પિટલો, તબીબોના ફોન-મોબાઈલ નંબર હંમેશાં સાથે રાખવા. * રેડિયો, ટોર્ચ, પ્રાથમિક સારવાર કરી શકાય તેવી દવા, મલમ, પાટા સાથેની એક કિટ રાખો. * મનને શાંત-સ્વસ્થ રાખીને બીજા ભયભીત લોકોને મદદ કરવા પ્રયાસ કરો. * ભારે વજનવાળી, નુકસાન, ઈજા પહોંચાડી શકે તેવી વસ્તુઓ ઘરનાં તળિયે જ રાખવી જોઈએ. 

Panchang

dd