નખત્રાણા, તા. 22 : તાલુકાના સિદ્ધયોગી ધોરમનાથ
દાદાની તપોભૂમિ ધીણોધર ડુંગર સ્થાનકે વાર્ષિક મેળા પ્રસંગે બે દિવસિય ધાર્મિક કાર્યક્રમો
યોજાયા હતા નાથ સંપ્રદાય પરંપરાની શીરમોર ભૂમિના મહંતો યોગી પીર સોમનાથજી યોગી મહેશનાથજી, યોગી મોજનાથજીના સાનિધ્યમાં યોજાયેલ પાટોત્સવ
પ્રસંગે પ્રથમ દિવસે રાત્રે તળેટીમાં આરાધી વાણી યોજાઈ હતી, દ્રિતીય
દિવસે સવારે શિખર ઉપર ધોરમનાથ દાદાના મંદિરે હોમહવન, ધ્વજારોહણ,
પૂજન, આરતી યોગી મોજનાથજીના સાનિધ્યમાં સમિતિના
છગનભાઈ આઈયા, જીવાભાઈ આહીરના યજમાન પદે શાસ્ત્રી વિષ્ણુ મહારાજ
શાસ્ત્રોક્ત વિધિવત સંપન્ન કરાવી હતી. આ પ્રસંગે મહાપ્રસાદના દાતા સોઢા જીતુભા મંગલસિહ
(ખાનાય સોઢા કેમ્પ) તથા મૈયાબેન મનજીભાઈ આઈયા પરિવાર વિરાણી મોટી હાલે ભુજ હસ્તે નવીનભાઈ
આઈયા રહ્યા હતા. વિણાબેન નવીનભાઈ આઈયા દપતિ સુવર્ણ લગ્ન દિવસે સંસ્થાના મહંત મહેશ નાથજી
દાદાએ આર્શિવાદ આપ્યા હતા. રવિવારે રજાનો દિવસ હોવાથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા
હતા ખાણીપીણીના ધંધાદારીઓ પાસે ભીડ જામી હતી. સંતો સોમનાથજી, મહેશનાથજી, મોજનાથજી, કાલીનાથજી,
ભરતનાથજી, જયનાથજી, ગોવિદભારથી,
રામનાયજી, નરાસિંહ રામજી, સહિત ઉપસ્થિત રહ્યા હતા. અરલ સરપંચ દિલાવરાસિંહ જાડેજા, મહિપતાસિંહ સોઢા, પ્રેમજીભાઈ કાપડી, મહિપતાસિંહ સુરૂભા સોઢા, જાડેજા, તુલસીભૈ પટેલ, જેન્તીભાઇ પટેલ, જયરામ પટેલ, જયરામ પટેલ, આહીર મગનભાઈ,
વસંતભાઈ, તેજશ કાપડી, નારાયણજી
જાડેજા, વિજયભાઈ રૂડણી, દીપકભાઈ આઈયા,
જેઠાભાઈ રબારી, ભવાનાસિંહ સોઢા સહિત સહયોગ આપ્યો
હતો. હીરૂભા જાડેજા, ધનજીભાઈ આહીર, કિશોર
આહીરએ સેવા આપી હતી તેવું યાદીમાં જણાવાયું હતું.