ભુજ, તા. 22 : તાલુકાના વડવાળા ખાતે કટિંગ થતો વિક્રમી એવો ચાર કરોડનો શરાબ
રાજ્ય સ્તરની પોલીસે ઝડપી પાડયો હતો, જેમાં મજૂર સહિત બે શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા. આ વિક્રમી શરાબના જથ્થા
સાથે ઝડપાયેલા આરોપી એવા કીડિયાનગર (તા. રાપર)ના જશરામ જગાભાઈ ભરવાડ અને મેઘપર (બોરીચી)ના
મજૂર વિશાલ બિરેન કરમાકરને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના
રિમાન્ડ મંજૂર થયા છે, જેમાં નાસતા ફરતા આરોપીઓની કડી મેળવવા
સાથે વિવિધ મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવશે.