• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

ઘરઆંગણે `સૂર્યસેના'ની હારથી ક્રિકેટરસિકો ભારોભાર નિરાશ

અમદાવાદ, તા. 22 : લગાતાર 12 મેચ જીત્યા બાદ રવિવારે ટીમ ઈન્ડિયાને ટી-20 વિશ્વકપ સ્પર્ધાના ઈતિહાસની સૌથી મોટી હાર સહન કરવી પડી હતી. બેટિંગ અને બોલિંગના બન્ને મોરચે નિસ્તેજ દેખાવના પગલે પરાજયની પીડા વેઠનાર ભારતીય ટીમે અમદાવાદમાં ઘરઆંગણે હારીને ક્રિકેટરસિકોમાં ભારોભાર નિરાશા ફેલાવી હતી. આજે મળેલી શરમજનક હાર બાદ ટીમ પસંદગી તેમજ દરેક ખેલાડીની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા સામે સવાલો ઊઠવા માંડયા છે.  વર્તમાન વિજેતા ભારત પર હવે સેમિફાઈનલ રમવા  માટે બાકીના બન્ને મુકાબલા અચુક જીતવાનું દબાણ વધી ગયું છે. અગ્રહરોળ કડડડભૂસ થઈ ગઈ, પાવરપ્લેમાં ત્રણ વિકેટ ખોવા સાથે માત્ર પ1 રનમાં અડધોઅડધ ભારતીય ટીમ પેવેલિયનમાં બેસી જતાં ઉત્સાહભેર મેચ જોવા આવેલા ક્રિકેટ ચાહકોને નિરાશ થઈને ઘરે જવું પડયું હતું. 

Panchang

dd