• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ગાંધીધામમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાવતો વીડિયો શેર કરનાર સામે ફોજદારી

ગાંધીધામ, તા. 1 : સોશ્યલ મીડિયા ઉપર મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવો વીડિયો મુકવા બદલ ગાંધીધામના શખ્સ સામે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. દરમ્યાન આવા તત્ત્વો સામે પગલાં લેવા અને સોશ્યલ મીડિયા ઉપર આવા પેજ બંધ કરાવવા અંગે પણ રજૂઆત કરાઇ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ફેસબુક ઉપર કોઇ આઇ.ડી. ધારકે વીડિયો મુક્યો હતો. આ વીડિયો આરોપી હરિસિંહ જાડેજાએ શેર કરી મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હતું. આ મામલે શાહરુખ ઇસ્માઇલભાઇ મુલા (રહે. સુંદરપુરી)એ ફરિયાદ નોંધાવી છે. દરમ્યાન મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાએ સોશ્યલ મીડિયામાં મુસ્લિમ ધર્મ વિશે કોમેન્ટ કરનારા તત્ત્વો સામે પગલાં લેવા પોલીસને અનુરોધ કર્યો છે. સોશ્યલ મીડિયા પેજમાં આવતા આવા પેજ બંધ કરાવવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang