ભુજ, તા. 5 : અદાલત દ્વારા ચેક પરત કેસમાં ફરિયાદ પક્ષે ધારદાર
ચુકાદો અપાયો છે, જેમાં આરોપીને ચેકની રકમથી બમણી રકમ ચૂકવવા અથવા એક વર્ષની કેદની
સજા આપતો ચુકાદો અપાયો છે. આ કેસની ટૂંકી વિગત મુજબ ભુજના શરદચંદ્ર ભાનુશંકર દવેએ આરોપી
પ્રકાશ વેલજી રાઠોડને મિત્રતાના નાતે રૂા. 1.70 લાખ ઉછીના આપ્યા હતા, જેના બદલામાં
આરોપીએ આપેલો ચેક પરત ફરતાં ફરિયાદીએ કોર્ટમાં કેસ દાખલ કરતાં ત્રીજા અધિક જ્યુડિ.
મેજિસ્ટ્રેટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અથવા ચેકમાં દર્શાવેલી રકમથી બમણી રકમ
ફરિયાદીને ચૂકવવાની તેમજ રૂા. 20 હજાર દંડ અને જો દંડ ન ભરે તો છ મહિનાની સાદી કેદનો
હુકમ કર્યો હતો. ફરિયાદીના વકીલ તરીકે દિદાર એમ. સવાણી હાજર રહ્યા હતા.