ભુજ, તા. 4 : લખપત તાલુકાના ખીરસરામાં પોતાના ઘરના આંગણામાં
30 વર્ષીય યુવાન આચાર સુલેમાન કોલીએ લીમડાના ઝાડમાં, જ્યારે માંડવીના જોગીવાસમાં
21 વર્ષીય યુવક કેતન મનજી જોગીએ રસોડાંમાં ગળેફાંસો ખાઇ પોતાના જીવ દીધા હતા. નારાયણ
સરોવર પોલીસ મથકે ખીરસરાના સિદિક સુલેમાન કોલીએ જાહેર કરેલી વિગતો મુજબ મરણજનાર આચાર
સુલેમાન કોલી તેનો નાનો ભાઇ થાય છે. આચાર આજે સવારે છ?વાગ્યે તેના ઘરના આંગણામાંના
લીમડાના ઝાડ?પર ખાટલાની દોરીથી ગળેટૂંપો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. સવારના
છ?વાગ્યાથી પહેલાં કોઇપણ સમયે તેણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. આચારને ઝાડ પરથી ઉતારી દયાપર સીએસસી ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર
કર્યા હતા. નારાયણ સરોવર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ?ધરી છે. બીજીતરફ
માંડવીના જોગીવાસમાં રહેતા 21 વર્ષીય યુવક કેતન મનજી જોગીએ આજે બપોરથી સાંજ દરમ્યાન
કોઇપણ સમયે કોઇ અકળ કારણોસર રસોડાંમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. તેને સારવાર અર્થે માંડવીની
સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યે હતો. માંડવી પોલીસે અકસ્માત
મોતનો ગુનો નોંધી કાર્યવાહી આદરી છે.