• મંગળવાર, 23 જુલાઈ, 2024

ખાવડામાં પીજીવીસીએલના ડે. ઇન્જિનીયરને માર મારી ફરજમાં રુકાવટ

ભુજ, તા. 24 : ખાવડામાં નવાવાસમાં વીજળી રિપેરિંગ મુદ્દે ડેપ્યુટી ઇન્જિનીયરને માર મારી ફરજમાં રુકાવટ બદલ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પીજીવીસીએલના ડેપ્યુટી ઇન્જિનીયર સુરેશભાઇ છનિયાભાઇ ગામિતે નોંધાવેલી ફરિયાદ મુજબ આજે કચેરીમાં આરોપી હસન સાધક સમા, સાધક હસન સમા, અમીન રમુડા સમા (રહે. ત્રણે નવાવાસ ખાવડા) આવ્યા હતા અને ફરિયાદીને પૂછ્યું હતું કે, અમારા નવાવાસ ખાતે લાઇટ ફિટિંગ કરવા માણસો ક્યારે મોકલશો ? આથી ફરિયાદીએ કહ્યું કે, માણસો જમવા ગયા છે, ત્યાંથી આવે આપને ત્યાં મોકલશું. હાલ હું ભુજ મિટિંગમાં જાઉં છું. આરોપીઓ ઉશ્કેરાઇ ફરિયાદીનો ખભા પાસેથી શર્ટ પકડી, ગાળાગાળી કરી મૂઢ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. ખાવડા પોલીસે ફરજમાં રુકાવટ, એટ્રોસિટી સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang