• બુધવાર, 22 મે, 2024

પડાણા નજીક અકસ્માતમાં ઈજાગ્રસ્ત ડમ્પરચાલકનું મોત

ગાંધીધામ, તા. 20 : તાલુકાના પડાણા ધોરીમાર્ગ ઉપર ટેઈલર અને  ડમ્પર વચ્ચેના અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રવજીભાઈ મેરામણભાઈ ગોહિલનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,  હતભાગી ડમ્પર નં. જીજે 12 બીવી 2815માં કડોલ (ભચાઉ)થી મીઠું ભરી ગાંધીધામ તરફ નીકળ્યા હતા. ગઈકાલે સવારે 4.30 વાગ્યાના અરસામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર રામદેવપીર મંદિર પાસે  ગેરકાયદેસર રીતે બંધ હાલતમાં ઊભેલાં ટેઈલર આર.જે. 14 જીક્યુ 2477 ડમ્પર ટકરાયું હતું, જેમાં ડમ્પરચાલકને પ્રાણઘાતક ઈજા પહોંચતાં તેમણે આંખો મીંચી લીધી હતી. આ અંગે આબાંભાઈ માલાભાઈ ગોહિલે ટેઈલરચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang