• બુધવાર, 22 મે, 2024

વડોદરામાં હિટ એન્ડ રન : મૂળ કચ્છના યુવાનનું ઘટનાસ્થળે મોત

વડોદરા, તા. 19 : અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા તથ્યકાંડની યાદ અપાવતી હિટ એન્ડ રનની ઘટનામાં વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં મૂળ કચ્છના તથા હાલે રાજસ્થાન રહેતા અને વડોદરામાં એમબીએનો અભ્યાસ કરતા આકાશ રાકેશભાઈ ચોબલે (.. 24)નું ગંભીર ઈજાના પગલે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બે યુવતીને પણ ઈજા પહોંચી હતી. જો કે, પોલીસે અકસ્માત સર્જનારા કનક પંડયા અને તેની પરણેતરની અટક કરી હતી. મળતી માહિતી મુજબ, દાંડિયા બ્રિજ પર ગત મોડી રાત્રે કારચાલક કનકે નશાની હાલતમાં પૂરઝડપે કાર ચલાવી બે એક્ટિવાને ટક્કર મારી હતી, જેમાં આકાશનું બનાવસ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવતી આસ્થા પરીખ અને પ્રીતિ શર્માને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં. અકસ્માતની ઘટનાના સાક્ષી રહેલા રાહદારીઓએ જણાવ્યું હતું કે, કારચાલક નશાની હાલતમાં હોય તે રીતે ગાડી ચલાવતો હતો, તેમજ તેની ઝડપ પણ કાબૂ બહાર હતી. ટક્કર લાગ્યા બાદ કાર બે-ત્રણ વખત પલટી હતી. બનાવના પગલે લોકોનાં ટોળાં એત્ર થયાં હતાં. પોલીસે કારચાલક કનક પંડયા અને તેની પરણેતરની અટક કરી હતી, તેમજ ઈજાગ્રસ્ત યુવતીની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang