• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ભુજ : ધોબી ઇબ્રાહીમ ઓસમાણ (ઉ.વ. 61) તે શકીનાબેન, મુસ્તાક, અમીનના પિતા, સોહિલ ધોબી, અસમાબેન, સનાબેનના સસરા, મુહમ્મદસાદ, આઈશાબેનના દાદા, મોહમ્મદ અયાન અને સુબ્હાનના નાના તા. 11-10-2026ના  અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-10-2026ના મંગળવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, મુસ્તફા નગર, ભુજ ખાતે.  

ભુજ : મૂળ મુંદરાના કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જમનાદાસ હાથીરામ મહેતા (ઉ.વ. 90) તે સ્વ. હાથીરામ રાઘવજી મહેતાના પુત્ર,  સ્વ. વલ્લમજી હંસરાજ અજાણીના જમાઈ,  સ્વ. વાડીલાલ હાથીરામ, સ્વ. ચુનીલાલ હાથીરામ, સ્વ. નર્મદાબેન ભોગીલાલ શાહના ભાઇ,  વીણાબેન મહેતાના પતિ, પૂર્ણિમા મહેતા,  વિજયભાઈ શાહ (બરોડા),  મમતા શાહ, રીયાના પિતા,  રાજેન મહેતા (સુનીતિ), મનીષા શાહ, પરેશ શાહ (સોના એન્ટરપ્રાઈઝ)ના સસરા, હેતવી, તપનના દાદા, સિદ્ધ, સુર, યશ્વી, કેશ્વીના નાના,  રાગ અને મનના પરનાના, કવન અને વિદિતના પરદાદા તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-10-2026ના સાંજે 4.30થી 5.30 ડોસાભાઈ જૈન ધર્મશાળા,  પોસ્ટ ઓફિસની સામે, પહેલા માળે, ભુજ ખાતે. (દેહદાન કરેલ છે.) 

ભુજ : અમીનાબાઇ મામદઅલી ફકીર (ઉ.વ. 60) તે રહીમ, મજીદના માતા, રમજુ અબ્દુલાના ભાભી, રમજાન મમુના બહેન, અબ્દુલ રમજુ, આરીફ ઓસમાણ, મામદઅલી દાદાના કાકી, કાસમ સાલેમામદના સાસુ, આસિફ અબ્દુલના દાદી તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-10-2026ના સોમવારે સવારે 10થી 11  ઉસ્માનિયા મસ્જિદ, રહીમ નગર, ખારી નદી રોડ, ભુજ ખાતે.

અંજાર : ઘાંચી શરીફાબેન ઇબ્રાહીમ (ઉ.વ. 64) તે ઘાંચી અનવર, ઇમરાન, સોહિલ, ઉમેરાબાનુના માતા, ઘાંચી જાકીહુસેનના ભાભી તા. 11-10-2026 અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-10-2026ના મંગળવારે સવારે 11થી 12 કુંભાર જમાતખાના, અંજાર ખાતે. 

ગાંધીધામ : પુષ્પાબેન કોટેચા (ઉ.વ. 78) તે સ્વ. કાનજી અખઈ કોટેચા (રામપર)ના પુત્રવધૂ,  તે સ્વ. લક્ષ્મીદાસ કાનજી કોટેચાના પત્ની, અશોક, ભાવના, ભારતી, વિનય, સ્વ. જિન્દલના માતા,  જયેશ પરષોત્તમ પીપરાણી (મુંદરા), દીપક રમણીકલાલ પલણ (અંજાર), પ્રજ્ઞાબેન, મધુબેનના સાસુ, જૈમિન, મહેક, શ્રેયા, તમન્નાના દાદી,  સ્વ. સંકેત, પ્રિન્સી, દીપ, ભદ્રના નાની, સ્વ. કોટક રૂક્ષ્મણીબેન લાલજીભાઈના પુત્રી,  સ્વ. જીતેન્દ્રભાઈના બહેન,  ડિમ્પલ, રોહિત, ગાયત્રીના ફઈ, સ્વ. કુસુમબેન, સ્વ. કરસનદાસ (મુંબઈ), સ્વ. રણછોડદાસ (ગાંધીધામ), સ્વ. મોહનદાસ (ગાંધીધામ), સ્વ. રમણીકલાલ (ગાંધીધામ), સ્વ. ગોદાવરીબેન ગોપાલજી વોરાણી (મુંબઇ),  સ્વ. સરસ્વતીબેન મંગળજી ભીંડે (મુંબઇ), સ્વ. મણીબેન ચંદુલાલ પોપટ (ગાંધીધામ), સ્વ. શાંતાબેન ગોપાલજી સોમૈયા (મુંબઇ), સ્વ. સાવિત્રીબેન જેઠાલાલ લાખાણી (અંજાર), ગં.સ્વ. કાંતાબેન વિઠ્ઠલદાસ પરબિયા (અંજાર), મંજુલાબેન ઈશ્વરલાલ પોપટ (ગાંધીધામ)ના ભાભી, સ્વ. વસંતબેન (મુંબઈ), ગં.સ્વ. સરસ્વતીબેન (ગાંધીધામ), ગં.સ્વ. મધુબેનના દેરાણી તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-10-2026ના મંગળવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલની પાસે, ગાંધીધામ ખાતે.

માંડવી : નીલેશ લીલાધર ડાભી (આશાપુરા બેકરી) (ઉ.વ. 60) તે સ્વ. જ્યોતિબેન લીલાધર લાલજીભાઇ ડાભીના પુત્ર, ચંદ્રીકાબેનના પતિ, જય, રાહુલના પિતા, ચાંદનીબેનના સસરા, રાધિકાના દાદા, પ્રદિપભાઇ (શ્રીજી એમ્બ્રોડરી), હિતેશ (કેપીટી), પ્રફુલ્લાબેન (અંજાર), દિનેશભાઇ, અશ્વિનભાઇ, સ્વ. નરેશભાઇ, મનોજભાઇ (કેપીટી), રેખાબેન (અમદાવાદ)ના ભાઇ, યશસ્વીના મોટા બાપા, રૂતિકા (ગાંધીધામ), માનસી (નડિયાદ), નૈમિષના કાકા, સ્વ. શારદાબેન અમૃતલાલ હરખચંદના જમાઇ, રસિકલાલ (અંજાર)ના સાળા, ધર્મિષ્ઠાબેન મુકેશભાઇ વાળા (ભુજપર)ના બનેવી, હાર્દિક, ભક્તિના માસા, સ્વ. પુષ્પાબેન, ધીરજલાલ જણસારીના ભાણેજ, મિતુલ (બીએસએનએલ), શિવાની (અમેરિકા)ના મામા તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-10-2026ના  સોમવારે સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, તળાવ પાસે માંડવી ખાતે.

લખપત : ખલિફા શેરબાનુ રફીક (ઉ.વ. 38) તે મોઇનુદ્દીન, ફુરકાન, સાયમાબેનના માતા તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-10-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 જામા મસ્જિદ, લખપત ખાતે. 

માધાપર (તા. ભુજ) : મૂળ રામપરના હરિરામ જેરામ દુબલ (ઉ.વ. 91)  તે કસ્તુરબેનના પતિ,  સ્વ. રામાબાઈ જેરામ વિશ્રામ દુબલના પુત્ર, સ્વ. શાન્તાબેન કાનજી કારાતેલાના જમાઈ, સ્વ. હંસાબેન (આશાબેન) અનિલભાઈ મામતોરા તથા સ્વ. સોનલબેનના પિતા, અનિલભાઈ કાંતિલાલ મામતોરાના સસરા, રોનક અનિલભાઈ મામતોરાના નાના, હીનાબેન ધીરજ સોનેજી તથા નિર્મળાબેન વિરેન્દ્ર રાજાવાઢાના બનેવી, સ્વ. ધીરજલાલ, સ્વ. જયેન્દ્રભાઈ, સ્વ. ગોદાવરીબેન ભગવાનજી કારાતેલા, સ્વ. ભાનુમતિબેન મૂળજી ટાટારીયા, સ્વ. ભદ્રશીલાબેન શાંતિલાલ સોનેજી તથા સ્વ. શશીકલાબેન મહેન્દ્ર નિર્મળના ભાઈ, સ્વ. જયાબેન તથા શંકુતલાબેનના જેઠ, મનીષ, મનોજ, નીતાબેન અમિત રાજાવાઢા, જગદીશ, દિનેશ, પિયુષ, શિલ્પાબેન જયેશ ટાટારીયા તથા ચાંદનીબેન મુકેશ ખુડખુડિયાના મોટાબાપા તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર બંધ છે. 

તુણા (તા. અંજાર) : કાતિયાર રોશનબેન આદમ તે કાસમ, સલીમ, અભુબાપુના માતા, કાતિયાર અકબર આમદ (પાનવાળા-ભુજ)ના બહેન તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 13-10-2026ના મંગળવારે 10થી 11 જામા મસ્જિદ, તુણા ખાતે. 

ખેડોઇ (તા. અંજાર) : જેન્તીભાઇ વિશ્રામભાઇ ભોજાણી (ઉ.વ. 72) તે લીલાબેનના પતિ, સ્વ. મણિલાલભાઇ, વિશ્રામભાઇ, દેવરામભાઇ, રવજીભાઇ, વિઠ્ઠલભાઇના મોટા ભાઇ, કૈલાશબેન, અરૂણાબેન, જોષનાબેન, દિલીપભાઇના પિતા, હરેશભાઇ, યોગેશભાઇ, હિરેનભાઇ, છાયાબેનના સસરા, પૂજા, ક્રિષ્ના, કાવ્યા, યુગના દાદા તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને. 

ટપ્પર (તા. મુંદરા) : મહિપતસિંહ ભીમજી જાડેજા (ઉ.વ. 58) તે શિવુભા ભીમજી,  સ્વ. જામુભા ભીમજીના નાના ભાઈ, જખુભા ભીમજીના મોટા ભાઈ, મહાવીરાસિંહ, સુરેશાસિંહના કાકા, દિગ્વિજયાસિંહ, દિલીપાસિંહના પિતા, જયવીરાસિંહ, દિવ્યરાજાસિંહના મોટાબાપુ, હર્ષરાજ, રૂદ્રરાજ, ધનરાજના દાદા તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-10-2026ના ગુરુવારે ટપ્પર ક્ષત્રિય સમાજવાડી, ટપ્પર ખાતે, ઉત્તરક્રિયા તા. 22-10-2026 ગુરુવારે. 

બારોઇ (તા. મુંદરા) : મૂળ મોડકુબાના જાડેજા દેવુબા કાનજી (ઉ.વ. 101) તે મોખા કાનજી કાકુભા પલભાટી, ખાનજી બુધુભા સમા, દેવાજી સગરામજી પઢિયાર, હરિસંગજી કાનજીના સાસુ, સામબા, જેઠીબા, ચાંદાબા, રામબાના માતા, અખુભા, જટુભા, વિરમજી, હિંમતસિંહના નાની તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન બાપુનગર, બારોઇ ખાતે. તા. 20-10-2026ના મંગળવારે રાત્રે આગરી અને તા. 21-10-2026ના બુધવારે સવારે બારસ (ઘડાઢોળ) ઉપરોક્ત સ્થળે.

ગઢશીશા (તા. માંડવી) : મણિબેન મનજી રામજિયાણી (ઉ.વ. 78) તે સ્વ. મનજી નારાણ રામજિયાણીના પત્ની, રસીલાબેન (ભડલી), કિશોરભાઇ, હિતેશભાઇના માતા, રતીલાલભાઇ, કમળાબેન, રેખાબેનના સાસુ, સ્વ. સામજીભાઇ, સ્વ. કાંતિભાઇના ભાભી, ખુશ, આનંદી, નયનાના દાદી, સ્વ. નાનજી વિશ્રામ સેંઘાણી (રાજપર)ના પુત્રી અવસાન પામ્યા છે. સાદડી તા. 12-10-2026ના 8.30થી 12 પાટીદાર સમાજવાડી, નવાવાસ, ગઢશીશા ખાતે. 

ભદ્રેશ્વર (તા. મુંદરા) : મૂળ નખત્રાણાના ગુંસાઇ ભીમગર ડુંગરગર (ઉ.વ. 70) તે લક્ષ્મીબેન ડુંગરગરના પુત્ર, ચેનગર, કેશવગર, મંગલગર, મણીબેન, જવીબેન ગુંસાઇના ભાઇ, કસ્તુરબેનના પતિ, કલ્પેશગર, કોમલબેન, પ્રદિપગરના પિતા, પ્રિયાંશી, આરોહીના દાદા, સ્વ. બચુબેન વલમગર ગુંસાઇના જમાઇ, જશોદાબેન, હિરાગર, મોતીગર, સ્વ. કૈલાશગર, કિશોરગરના બનેવી, અશોકગિરિ, ઉમાબેન, નિમુબેન, દિપુબેનના મોટા બાપા, રતનગર, કમલેશગર, નરોતમગર, તુલસીગર, નરેન્દ્રગર, અરવિંદગરના કાકા તા. 10-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-10-2026ના બપોરે 3થી 4 ક્ષત્રિય સમાજવાડી, ઉગમણું નાકું ભદ્રેશ્વર ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : સૈયદ અમીરશા ભચલશા (બબો બાવો) (ઉ.વ. 50) તે ઉમેદઅલીશા, મીસરીશા, અકીલશા, વલીશાના ભાઇ, ઇબ્રાહીમશાના પિતા તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 13-10-2026ના મંગળવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ સમાજવાડી, નિરોણા ખાતે. 

ચંદ્રનગર (તા. નખત્રાણા): સોઢા પ્રેમસિંહ ચમનસિંહ (ઉ.વ. 42) તે સ્વ. સોઢા ચમનસિંહ જુજારસિંહના પુત્ર, સરૂપસિંહ, શંકરસિંહ, અંચલસિંહના ભાઇ, ચતુરસિંહ, દીપસિંહ, ગોપાલસિંહ, રાજેન્દ્રસિંહના કાકાઇ ભાઇ, જાડેજા વંકાજી કાયાજી (વડવાકાંયા)ના જમાઇ, ભાટી વિશાજી મલજીના સાળા તા. 8-10-2026 અવસાન પામ્યા છે. ક્રિયાવિધિ તા. 17-10-2026ના સાંજે અને 18-10-2026ના ઘડાઢોળ. 

જિયાપર (તા. નખત્રાણા) : મોહનલાલ કરમશીભાઇ પોકાર (મોહનગિરિ) (ઉ.વ. 59) તે ગં.સ્વ. નાનબાઈ કરમશી વાલજી પોકારના પુત્ર, મંગળાબેનના પતિ, દીપા, વિકાસના પિતા, સાવિત્રીબેન કિશોરભાઈ જબુવાણી (ભુજપુર), હરેશભાઈ, રવિલાલભાઈ, સ્વ. અરાવિંદભાઈના મોટા ભાઈ તા. 9-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-10-2026ના સોમવારે સવારે 8થી 10 નિવાસસ્થાન નારાયણનગર, જિયાપર ખાતે.  

કોટડા (થરાવડા) (તા. નખત્રાણા) : વસ્તા ભારમલદાન ગઢવી (ઉ.વ. 85) તે રામબાઈબેનના પતિ, સ્વ. ખાનજી ભારમલદાન, વીરબાઈ આઈદાન (વિરાણી), સ્વ. મટુબેન હરિદાન (મોરઝર), મુકેશદાન, પ્રભાબેન, કમળાબેન, ઈન્દુબેન, મીનાબેન, જયશ્રીબેન, ઈશ્વરદાનના પિતા, કિરીટદાન, અરવિંદદાન, વિનોદદાનના કાકા તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-10થી 15-10-2026 નિવાસસ્થાન કોટડા (થરાવડા) ખાતે. 

કોટડા રોહા (તા. નખત્રાણા): ગં.સ્વ. વસંતબેન શાંતિલાલ જોશી (રાજગોર) (ઉ.વ. 81) તે સ્વ. શાંતિલાલ વિશનજી જોષીના પત્ની, ઉર્વશીબેન, વિપુલભાઈ, જાગૃતિબેન, ભાવેશભાઈના માતા, નિતેશકુમાર, કિરણબેનના સાસુ, ડો. હસ્તીના નાની, પૂર્વા, હિરવાના દાદી, સ્વ. ચંપાબેન વિશનજી ડોસા જોશીના પુત્રવધૂ, સ્વ. લાલજી, સ્વ. હીરાલાલ, સ્વ. ભોગીલાલ, સ્વ. મણિલાલના નાનાભાઈના પત્ની, જયંતિલાલ, સ્વ. કાન્તિલાલ, સ્વ. દેવકાબેન, સ્વ. જયાબેન, સ્વ. નીમુબેનના ભાભી, સ્વ. કસ્તુરબેન, સ્વ. શુશીલાબેન, ગં.સ્વ. સાકરબેન, સ્વ. ભગવંતીબેનના દેરાણી, કંકુબેન, ગં.સ્વ. મંજુલાબેનના ભાભી, સ્વ. હીરબાઈ ખરાશંકર રાઘવજી (કોટડા રોહા)ના પુત્રી, સ્વ. પ્રભાશંકર, સ્વ. દેવશંકર, ગં.સ્વ. પાર્વતીબેન, સ્વ. નર્મદાબેન, પ્રબોધભાઈ, રમેશભાઈ, વ્રજલાલભાઈ અને ગં.સ્વ. મંજુલાબેનના બહેન, સ્વ. ભારતીબેન, શોભનાબેન, રેખાબેન અને પ્રીતિબેનના નણંદ તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-10-2026ના સાંજે 4થી 5.30 જૈન મહારાજ વાડી, કોટડા રોહા ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd