ભુજ, તા. 11 : મુંદરાના લુણી ત્રણ રસ્તા પાસે
એલસીબીએ બાતમીના આધારે આવતી સ્વીફટ કારમાં રૂા. 92,180ના શરાબના જથ્થા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. રાત્રે પેટ્રોલિંગ
દરમ્યાન એલસીબીને બાતમી મળી હતી કે, જયેન્દ્રસિંહ ઉર્ફે જીગો નટુભા રાઠોડ (રહે. બારોઇ, તા.
મુંદરા) પોતાની સ્વીફટ કાર નં. જીજે-08-એજે-7079વાળીમાં શરાબનો
જથ્થો ભરી વડાલા બાજુથી લુણી થઇ બારોઇ જવાનો
છે. આ બાતમીના આધારે લુણી ત્રણ રસ્તા પાસે કારને રોકાવી તપાસતાં શરાબની અલગ-અલગ બ્રાન્ડની
144 બોટલ અને બિયરના 72 ટીન જેની કુલ કિં. રૂા. 92,180 અને કાર કિં. રૂા. બે લાખ તથા
એક મોબાઇલ કિં. રૂા. 50,000 એમ
કુલ રૂા. 3,42,180ના મુદ્દામાલ સાથે આરોપી જયેન્દ્રસિંહ
અને મયૂરસિંહ વિક્રમસિંહ ઝાલા (રહે. હાલ મુંદરા,
મૂળ મોટા ટીંબળી, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર)ને ઝડપી મુંદરા પરીન પોલીસ મથકે કાયદેસરનો ગુનો દાખલ કરાવી
કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એલસીબીના પી.આઇ. એ.એમ. મકવાણા, પીએસઆઇ જે.બી. જાદવ, એમ.એચ. શીણોલ, એ.એસ.આઇ. પ્રદ્યુમનસિંહ ગોહિલ, હે.કો. દર્શનભાઇ રાવલ,
કોન્સ. મહેશભાઇ ચૌહાણ જોડાયા હતા.