• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ ઉખેડાના હાલે નડિયાદ ગુણવંતીબેન (ઉ.વ. 75) તે સ્વ. રાજગોર પરસોત્તમ નાકરના પત્ની, સ્વ. ગોદાવરીબેન ભાણજી ગોવિંદજીના પુત્રવધૂ, અશોકભાઇ (નડિયાદ), અનિલભાઇ (પેટલાદ), શાંતાબેન (મુંબઇ)ના માતા, માલતીબેન, જયશ્રીબેન, દિલીપભાઇ નરોત્તમ ભટ્ટના સાસુ, નીલમ, મિત્તલ, પ્રિયા, વિધી, વેદ, વેદિકાના દાદી, સ્વ. દેવશંકરભાઇ ભાણજી નાકર (આણંદ)ના નાના ભાઇના પત્ની, ગં.સ્વ. ગંગાબેન દેવશંકર નાકરના દેરાણી, સુશીલાબેન કાંતિલાલ નાકર, ભારતીબેન રમેશચંદ્ર નાકર, સ્વ. લક્ષ્મીબેન લાભશંકર જોષી, ગં.સ્વ. લીલાવંતીબેન જટાશંકર ઉગાણી, સાવિત્રીબેન રાજેશભાઇ ભટ્ટના ભાભી, સ્વ. મણિશંકર ગોવિંદજી નાકર, સ્વ. ઉમિયાશંકર ગોવિંદજી નાકરના ભત્રીજાવહુ, ચંદ્રિકાબેન ચેતનભાઇ ભટ્ટ (ડુમરા), મહેશભાઇના કાકી, નીલેશભાઇ, નયનભાઇ, યોગેશભાઇ, પ્રતિકભાઇ, ગૌતમભાઇ, રસિકભાઇના મોટીમા, અંકિતભાઇ કમલેશભાઇ મોતા, મીતભાઇ પંકજભાઇ માકાણીના દાદીસાસુ, સ્વ. પરસોત્તમભાઇ ભાણજી ઉગાણી (રતડિયા)ના પુત્રી, નવીનચંદ્ર, સ્વ. અમૃતલાલ, ધીરજલાલ, સ્વ. ધનવંતીબેન મણિશંકર નાકર, સ્વ. દમયંતીબેન કેશવલાલ ભટ્ટ, ગં.સ્વ. જવેરબેન નરેન્દ્રભાઇ ગોરના બહેન તા. 6-10-2026ના નડિયાદ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-10-2026ના શુક્રવારે બપોરે 3થી 5 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : ચાકી સુમાર ઇબ્રાહિમ (ઉ.વ. 67) તે મ. કાસમ, મ. બુઢ્ઢા, અલીમામદના ભાઈ, ઇરફાનના પિતા, કરીમ, ફકીરમામદના કાકા, અર્સદ તથા આસીમના મોટાબાપા, ચાકી કાસમ ઈબ્રાહિમના સસરા, દાઉદ, આદમ જુમ્મા (નવાવાસ)ના બનેવી તા. 6-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.  9-10-2026ના શુક્રવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.

ભુજ : મૂળ નલિયાના ભવાનજી મુલજી ઠક્કર (ચંદે) (નિવૃત્ત આરોગ્ય શાખા) (ઉ.વ. 74) તે સ્વ. પાર્વતીબેન મુલજીભાઇ ઠક્કરના પુત્ર, સ્વ. વિજયાબેનના પતિ, તેજલ (વિણા) મેહુલભાઇ શાહ (લંડન)ના પિતા, મેહુલ ચંદ્રકાન્તભાઇ શાહના સસરા, કેયા, દિયાના નાના, સ્વ. લક્ષ્મીબેન હંસરાજભાઇ કતિરાના જમાઇ, સ્વ. મંગલદાસ મુલજી ઠક્કર, સ્વ. જમનાદાસ મુલજી ઠક્કર, સ્વ. શાન્તાબેન દયાળજી ઠક્કર, સ્વ. શારદાબેન દયારામ ઠક્કર, ગં.સ્વ. મંજુલાબેન ભૂપેન્દ્રભાઇ ઠક્કર, ગં.સ્વ. મધુરીબેન લ્હેરીભાઇ ઠક્કર, સ્વ. ભગવતીબેન કરશનદાસ ઠક્કરના ભાઇ, સ્વ. દમયંતીબેન મંગલદાસ ઠક્કર, સ્વ. શાંતાબેન જમનાદાસ ઠક્કરના દિયર, શૈલેષભાઇ, રાજેશભાઇ, જગદીશભાઇ, નરેન્દ્રભાઇ, શાન્તિલાલ, ભારતીબેન, તારાબેન, વિજયાબેન, પૂર્વીબેનના કાકા, સ્વ. મંજુલાબેન વાલજી ઠક્કર (મુંબઇ), અનિલાબેન મૂળરાજ ભગદે (ભુજ), પ્રફુલ્લાબેન જગદીશભાઇ ઠક્કર (ભુજ)ના બનેવી તા. 6-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-10-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, ભુજ ખાતે.

ભુજ : સમા ઇરફાન (ઉ.વ. 27) તે સમા દાઉદ લાલમામદ (નિવૃત્ત જિલ્લા પંચાયત)ના પુત્ર, સમા ઈમરાન દાઉદના ભાઈ, સમા ઓસમાણ ગની, સમા આમદના ભત્રીજા, સમા અસગર હાસમ (કેરા)ના જમાઇ, સમા અહેમદ રઝા, પઠાણ તૌસીફના સાળા તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-10-2026ના શુક્રવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન મુસ્તફાનગર, ઝમઝમનગર, રહેમત મસ્જિદની બાજુમાં, ભુજ ખાતે.

ગાંધાધામ : મૂળ ખારીરોહર (તા. ગાંધીધામ)ના ઠા. સરલાબેન કતિરા (ઉ.વ. 75) તે જયંતીલાલ માધવજી કતિરાના પત્ની, સાવિત્રીબેન માધવજીના પુત્રવધૂ, સ્વ. પાર્વતીબેન ગાંગજીભાઇ રૂપારેલ (અંજાર)ના પુત્રી, કરણ, બિપીન, નયનાબેન હસમુખલાલ ગજરીયા (અંજાર), ભાવનાબેન રાજેશકુમાર રૂપારેલ (સંઘડ)ના માતા, નિપાબેન, શિલ્પાબેનના સાસુ, જીલ (ફિઝિયોથેરાપિસ્ટ), નીલ, જિજ્ઞેશ, ખનકના દાદી, સ્વ. વિજયભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, મોહનલાલ, સ્વ. જવાહરભાઇ, અરવિંદભાઇ (કચ્છ ડેવલોપર્સ), પંકજભાઇ (પંકજ એન્ટરપ્રાઇઝ), હંસાબેન કેશવજી પોબારા (નાગલપર), ઉમાબેન ટોકરશીભાઇ જોબનપુત્રા (કોઠારા)ના ભાભી, હીરાબેન, અનસૂયાબેન, ઇન્દુબેન, સ્વ. મીનાબેન, મધુબેન, કલ્પનાબેનના જેઠાણી, સ્વ. જગદીશ, વિકાસ, મુકેશ, રવિ, હિતેષ, હિરેન, રોનક, ધવલ, ધર્મિન, સોનિયા સમીર વર્મા (મુંબઇ), ફોરમ મલય પટેલ, જાનકી ધર્મેન્દ્ર રાયમંગિયા, કાજલ ગિતેશ ચંદન, તૃપ્તિ વિરેન માથકિયા, સપના વિવેક, ડો. ભક્તિબેન, ડો. જયમીનકુમાર સોમાણી (સ્ટર્લિંગ-ગાંધીધામ), ડો. હસ્તિબેન, ચેતાલી (કાઉન્સિલર)ના મોટીમા, જય, કૃપા, માધુરી, સૌમ્ય, ધ્વનીના નાની તા. 6-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-10-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, હોટલ શિવ રેજન્સી પાછળ, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : અરજણ વસ્તા કારૂ (ઉ.વ. 80) તે રૂડાભાઇ કારૂ, કરસનભાઇ કારૂના પિતા, સામજી, રાજેશ, ભાવેશ, જગદીશના દાદા તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-10-2026ના શુક્રવારે સવારે 7થી 11 મોખા (તા. મુંદરા) ખાતે.

અંજાર : તારાબેન શાંતિલાલ પલણ (ઉ.વ. 78) તે સ્વ. શાંતિલાલ ભાણજી પલણના પત્ની, સ્વ. સાકરબેન ભાણજી હરિરામના પુત્રવધૂ, જ્યોતિ દીપક ઠક્કર (અંજાર), જિજ્ઞા જયેશ ઠક્કર (ભુજ), મનીષા કનૈયાલાલ મડિયાર (અંજાર), મુકેશભાઇના માતા, મીતાબેનના સાસુ, સ્વ. પુષ્પાબેન મોતીરામના દેરાણી, કૌશલ્યાબેન કનૈયાલાલ,   મીનાબેન મહેશકુમારના જેઠાણી, સ્વ. જમનાબેન જેઠાલાલ ઠક્કર (મુંદરા)ના ભાભી, સ્વ. મોનજી જુઠા કોટેચા (રામપર-તુણા)ના પુત્રી, સ્વ. મથુરાદાસ કોટેચા (અંજાર), અમૃતલાલ કોટેચા (મુંબઈ), સ્વ. નવીનભાઈ કોટેચા (આદિપુર), સ્વ. કમળાબેન બાબુલાલ કચ્છી (બાવળા-અમદાવાદ)ના બહેન, જિજ્ઞેશના દાદી, ત્વિષા વિવેક પંડયા, મેઘા રોનક આશર, આયુષી, ઝીલ, આરવ, રીવાના નાની., જીવીષાના પરનાની તા. 6-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-10-2026ના ગુરુવારે સાંજે 5થી 6 પલણ વાડી, યોગેશ્વર નગર વિસ્તાર, સવાસર નાકા બહાર, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : મૂળ નાની ખાવડી (તા. જામનગર)ના પ્રભાતસિંહ દોલુભા જાડેજા (ઉ.વ. 68) (નિવૃત્ત ઇફકો) તે જશપાલસિંહ જાડેજા (વેલસ્પન)ના પિતા, ધુમિતસિંહના દાદા તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-10-2026ના શુક્રવારે સાંજે 5થી 6 મિત્રી સમાજવાડી (પીરવાડી), બેંક ઓફ બરોડા પાસે, અંજાર ખાતે.

માંડવી : કાયસ્થ પૂર્વેશ ઇન્દ્રવદન મહેતા (ઉ.વ. 45) તે ગં.સ્વ. રંજનબેન ઇન્દ્રવદન મહેતાના પુત્ર, પલ્લવીબેનના પતિ, ગં.સ્વ. પુષ્પાબેન શાંતિલાલ ગોરના જમાઈ, માહી, ધ્રુવીના પિતા, રૂપલ અશ્વિન મહેતા, ગં.સ્વ. તોરલ કુણાલ પટેલ, શ્રીદતના ભાઈ, અક્ષાબેનના દિયર, ભાવનના કાકા, રવિ, સચિનના કાકાઇ ભાઈ, ભાવેશના બનેવી, અનિતાબેનના નણદોયા, યુગના ફુઆ તા. 6-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-10-2026ના ગુરુવારે સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, ટોપણસર તળાવ પાસે, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : કૈલાસભાઈ દેવજી ટાંક (ઉ.વ. 78) તે કીર્તિબેનના પતિ, શૈલેષ, આરતી, નીતા, પ્રીતિના પિતા, સ્વ. નાનાલાલ, સ્વ. જેન્તીલાલ, દામજીભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. શશિભાઈ, સ્વ. નીલમબેનના ભાઈ, ગં.સ્વ. ભગવતીબેન, સ્વ. પુષ્પાબેન, તારાબેન, ગં.સ્વ. સરોજબેન, ગં.સ્વ. શારદાબેનના દિયર, માહિર, દિત્યાના દાદા, પ્રિશા, હિતાર્થ, કશીશના નાના, રમાબેન, ચેતનભાઈ ટાંક, હિમાંશુભાઈ જોશી, ચેતનભાઈ રાઠોડ (નાગલપર)ના સસરા, ગં.સ્વ. જયાબેન જીવરામભાઈ ટાંક (સીનુગ્રા)ના જમાઈ, જયેશભાઈ, રમેશભાઈ, ભરતભાઈ, પ્રભાબેન, મધુબેનના બનેવી તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-10-2026ના શુક્રવારે સાંજે 4થી 5  મિત્રી સમાજવાડી, બસ સ્ટેશન પાસે.

માનકૂવા (તા. ભુજ) : સમેજા આયશાબાઈ અલી હાજી તે સમેજા રજાક, જુસબ અલીના માતા, લાખા લધા (જદુરા)ના સાસુ તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત-વાયેઝ તા. 9-10-2026ના શુક્રવારે સવારે 10થી 11, નિવાસસ્થાન સમેજા ફળિયું, જૂનાવાસ, માનકૂવા ખાતે.

સુખપર (તા. ભુજ) : મૂળ ત્રાપજના ગોહિલ ઘનશ્યામાસિંહ ઉમેદાસિંહ તે નીરૂભા ઉમેદાસિંહના નાના ભાઈ, ચંદ્રાસિંહ ઉમેદાસિંહના મોટા ભાઈ, વિજયાસિંહ, હરપાલાસિંહના પિતા, સ્વ. મહાવીરાસિંહ નીરૂભાના કાકા, ભાગ્યશ્રીબા વિજયાસિંહ, નવ્યાબા વિજયાસિંહ, દિવ્યરાજાસિંહ હરપાલાસિંહના દાદા, સ્વ. અભયાસિંહ હાજુભા જાડેજા (ચક્કીવાળા બાપુ)ના જમાઈ, બહાદુરાસિંહ અભયાસિંહ જાડેજા, નરેન્દ્રાસિંહ અભયાસિંહ જાડેજાના બનેવી તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. સુંવાળા તા. 9-10-2026 શુક્રવારે, બેસણું તા. 9-10-2026ના શુક્રવારે સાંજે 4 વાગ્યે દરબારવાડી, કેદારેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, નિવાસથાન ખાતે.

બારોઈ (તા. મુંદરા) : કેવર કાસમ ફકીરમામદ (ઉ.વ. 50) તે મ. નૂરમામદ, હાજી અલીમામદ, હાજી સતાર, સુલેમાન, ઓસમાણના ભાઈ, ગુલામ, રફીક, અસલમ, રજાક, મોહિનના કાકા તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-10-2026ના શુક્રવારે સવારે 10થી 11 બારોઈ જમાતખાના ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : મૂળ મોટી રાયણ (તા. માંડવી)ના મણશીભાઈ ચુંઈયા (ઉ.વ. 74) તે સ્વ. ભાણબાઈ રાયશીભાઈ ચુંઈયાના પુત્ર, દેવલબેનના પતિ, સ્વ. કાનબાઇ મૂરજીભાઈ ફુલિયા (દરશડી)ના જમાઈ, સ્વ. રામજીભાઈ, વેરશીભાઈ, કાનજીભાઈ, મેઘબાઈ, કેશરબેન, સેજબાઈ, ડમીબેનના ભાઈ, હંસાબેન કાનજીભાઈ સોધમ, સ્વ. હીરાલક્ષ્મીબેન કલ્યાણજીભાઈ સોધમ, હિનાબેન તુલસીભાઈ કન્નર, દેવચંદભાઈના પિતા, કાંતાબેનના સસરા, ચિરાગના દાદા, ભાવિકચંદ્ર, પૂજા, મિતાંશ, સ્વ. પૂર્વીના નાના તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 8-10-2026ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન પૂર્વી-પાર્ક સોસાયટી, અદાણી સ્કૂલની બાજુમાં, નાના કપાયા ખાતેથી નીકળશે.

ગુંદિયાળી-શેખાઇબાગ (તા. માંડવી) : હાલે મુંદરા દામજી બોડા (ઉ.વ. 54) તે સ્વ. રાધાબેન પરસોત્તમ બોડાના પુત્ર, મંજુલાબેનના પતિ, ગં.સ્વ. વિજયાબેન દયારામ કરસનજી નાકરના જમાઈ, મંગલદાસ, દિનેશ, વસંત, ગંગાબેન, ગં.સ્વ. મીનાબેનના બનેવી, મધુબેન, હીરુબેન, જિજ્ઞાબેનના નણદોયા, કાંતિલાલ મોતા, સ્વ. ચંદુલાલ બોડાના સાઢુભાઈ, રાજેશ, રીનિત, કપિલ, હિરલ, પ્રફુલ્લ, પ્રભુ, લક્ષ્મી, રિન્સીના ફુવા, શ્રદ્ધાબેન, કિંજલબેન, રાજભાઈ જોશીના ફુવા સસરા તા. 7-10-2026ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની સાદડી તા. 9-10-2026ના બપોરે 2થી 4 હરપર વાડી, પીપરી રોડ, મારુતિધામની બાજુમાં, ગુંદિયાળી ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા મોહનબા રાણાજી (ઉ.વ. 70) તે સ્વ. રાણાજી અભેરાજજીના પત્ની, સ્વ. વેરસલજી, સ્વ. કુડધરજીના પુત્રવધૂ, રૂપસંગજી, મંગલસિંહના માતા, જયરાજસિંહ, મહાવીરસિંહ, દિવ્યરાજસિંહ, દક્ષરાજસિંહ, ઓધાજી, ખેતુભાના દાદી, સ્વ. દાજીજી, સ્વ. ધીરાજી, માનસંગજી, સ્વ. ચાંદાજીના કાકી, સોઢા રૂપસંગજી કરસનજી (પેથાપર), વનરાજસિંહ (ખારડિયા), ખીરાજસિંહ, તેજમાલસિંહ, પુનમસિંહ (રાજસ્થાન)ના સાસુ, સોઢા રતનજી રાજમલજી (કુડા-જામપર)ના પુત્રી તા. 5-10-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 14-10-2026ના બુધવારે રાત્રે આગરી અને તા. 15-10-2026ના ગુરુવારે સવારે બારસ (ઘડાઢોળ) તથા સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, બિબ્બર ખાતે.

દયાપર (તા. લખપત) : નોતિયાર રોમતબાઈ ઉરશ તે નોતિયાર ઉરશ મુસા (પૂર્વ ઉપસરપંચ)ના પત્ની, નોતિયાર આધમ, નોતિયાર જાવેદના માતા, નોતિયાર જાકબ ઈબ્રાહિમ, નોતિયાર મામદ ઈબ્રાહિમ, નોતિયાર ઓસમાણ ઈબ્રાહિમના બહેન તા. 5-10-2026ના પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-10-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન દયાપર ખાતે.

રામપર-અબડા (તા. અબડાસા) : સુમરા હવાબાઈ ઈભલા (ઉ.વ. 90) તે હાસમ ઈભલા, સુમાર ઈભલાના માતા, સતાર હાસમ, મ. રમજાન હાસમ, રજાક  સુમારના દાદી તા. 7-10-2026ના  અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-10-2026ના શુક્રવારે  સવારે  10થી 11 મફતનગર, બસ સ્ટેન્ડની બાજુમાં, જીનોરેયન મસ્જિદ, રામપર અબડા ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd