ગાંધીધામ, તા. 11 : આડેસર ચેકપોસ્ટ નજીકથી એક ટ્રેઈલરચાલકને
પકડી પાડી તેની પાસેથી રૂા. 5,595નો પોષડેડાં
પાઉડર પોલીસે જપ્ત કર્યો હતો. આડેસર પોલીસ ચેકપોસ્ટ પર ગઈકાલે તપાસમાં હતી. દરમ્યાન
ટ્રેઈલર નંબર આર.જે. 21-જીબી-3537ના ચાલક દુર્ગારામ રેખારામ
ભાનારામ જાટની તપાસ કરતાં તેની પાસેથી માદક પદાર્થ મળી આવ્યો હતો. એફ.એસ.એલ. અધિકારીને
બોલાવી ખરાઈ કરાવતાં આ પદાર્થ પોષડેડાનો પાઉડર હોવાનું બહાર આવ્યું હતું. ચાલક પાસેથી
રૂા. 5,595નો 373 ગ્રામ પાઉડર જપ્ત કરાયો હતો.
ચાર-પાંચ દિવસ પહેલાં તે ગુજરાત આવી રહ્યો હતો, ત્યારે રાજસ્થાનના નાગોર નજીક હોટેલ પાસે એક અજાણ્યા શખ્સ પાસેથી તેણે આ પદાર્થ
લીધો હતો, જે કાઢી અમુક પદાર્થ પોતે ફૂંકી માર્યો હતો. આગળની
તપાસ પોલીસે હાથ ધરી છે.