નખત્રાણા, તા. 11 : દેશલપર ફાટકથી હાજીપીર સુધીનો
સીસીરોડ રૂા. 96.50 કરોડના ખર્ચે બનાવવામાં આવી
રહ્યો છે, જેનું કામ હવે પૂર્ણતાના આરે હોઈ ભુજ,
અબડાસા મત વિસ્તારના ધારાસભ્યોએ નિરીક્ષણ કર્યું હતું. દેશલપર ફાટકથી
હાજીપીર સુધીના રોડનું કામ હવે અંતિમ પડાવ પર છે, ત્યારે ભુજના
ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અબડાસા વિસ્તારના ધારાસભ્ય પી.એમ. જાડેજાએ સ્થળ પર જઈ રોડની
કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બંને ધારાસભ્યે રોડની કામગીરીની પ્રગતિ અને ગુણવત્તા
અંગે આર એન્ડ બી વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી તેમજ કામગીરીમાં બાકી રહેલી
બાબતો અંગે જરૂરી સૂચના આપી હતી. ત્યારબાદ બંને ધારાસભ્યે હાજીપીર દરગાહે ચાદર ચડાવી
દર્શન કર્યા હતા. હાજીપીર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય અબ્દુલ્લા
બુઢા જત દ્વારા બંને ધારાસભ્યને કચ્છી ગોદડી અર્પણ કરી સન્માનિત કરાયા હતા. બંને ધારાસભ્યના
હસ્તે નાયબ કાર્યપાલક ઇજનેર સી.વી. બોરડ, એસો. મીતભાઈ પાટડિયા,
કોન્ટ્રાક્ટર જયંતીભાઈ સોરઠિયા, દીપકભાઈ સોરઠિયાનું
સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ડાયાભાઈ
પટેલ, વાલજીભાઈ પટેલ, કરણ રબારી,
લુણા સરપંચ હાજીભાઈ, ફકીર મામદ રાયસી, અબ્દુલરહેમાનભાઈ મુજાવર, અબ્દુલ્લા બાવા, અબ્બાસભાઈ ઓસમાન, હાજી દાઉદ, નૂર
મહંમદ, લતીફ મુજાવર, ઈકબાલ જાકા,
ફારુકભાઈ, ભગાડિયાના જત અમીનભાઈ, નૂર મહંમદ જત, બુરકલના સૈયા જત, હાજી અલા જુડિયા, નગર જત, મોમીન
જત, મામદ બક્ષ, ખુશી મામદ ધૂલા જત,
આલમ જત, રાયસી ઈબ્રાહીમ જાગન, સતારભાઈ, હાજી અયુબ વગેરે હાજર રહ્યા હતા. પ્રારંભે સ્વાગત
ઉમેશ આચાર્યએ, સંચાલન સોહેબ મુતવાએ, આભારવિધિ
સી.વી. બારડે કરી હતી. - માર્ગ આશીર્વાદરૂપ
બનશે : હાજીપીર દરગાહે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ
માટે આ માર્ગ ખૂબ જ ઉપયોગી બનશે. ગડુલી-સાતલપુર રોડ,
ધોરડો, વ્હાઇટ રણ, કાળો ડુંગર
અને ધોળાવીરા તરફ જવા માટે પણ આ માર્ગ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.