• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

ટી.એમ.એસ.ડી. મહિલા કોલેજની છાત્રાઓનું ઝોન ખેલકુંભમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

ભુજ, તા. 11 : કચ્છ મચ્છોયા આહીર સમાજ સંચાલિત  ટી.એમ.એસ.ડી. મહિલા (આર્ટ્સ/કોમર્સ) કોલેજ-આદિપુરની વિદ્યાર્થિનીઓએ ઝોન લેવલની ખેલ મહાકુંભ 2026 સ્પર્ધામાં પ્રદર્શન કરી વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કોલેજની એસ.વાય.બી.કોમની વિદ્યાર્થિની શર્મા કશિશ અજયભાઈએ 1500 મીટર દોડમાં પ્રથમ સ્થાન, એફ.વાય.બી.એ.ની ઢીલા પ્રીતિ માવજીભાઈએ 200 મીટર દોડમાં પ્રથમ સ્થાન અને 100 મીટર દોડમાં તૃતીય, એફ.વાય.બી.કોમની કાપડી ઉર્વશી ધર્મદાસભાઈએ 100 મીટર દોડમાં દ્વિતીય, જ્યારે એસ.વાય.બી.કોમની વિદ્યાર્થિની શેટ્ટી તનિષા રાજેશભાઈએ ગોળાફેંક અને ચક્રફેંક બન્ને સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. કોલેજના આચાર્ય ડો. મેહુલ પટેલ, સંસ્થાના પ્રમુખ કિરણભાઈ આહીર અને મંત્રી ઘેલાભાઈ આહીરે છાત્રાઓને બિરદાવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd