• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

રાષ્ટ્ર પ્રગતિના પંથે આગળ વધે તે માટે મા આશાપુરાને પ્રાર્થના કરાઇ

ભુજ, તા. 11 : જનકલ્યાણ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુષ્યની કામના સાથે `દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રા'ના સમાપન સાથે સાંસદ વિનોદભાઇ ચાવડાએ માતાના મઢ પહોંચી મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. પ્રથમ નોરતે પદયાત્રા માતાના મઢ ખાતે પહોંચી હતી. સાંસદનું સાકરની તુલાથી સન્માન થયું હતું. 100 કિલો સાકર અર્પણ કરાઇ હતી.  ટ્રસ્ટી દ્વારા સાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. મા આશાપુરાના આશીર્વાદથી દેશ અને દેશવાસીઓ સુખી, સમૃદ્ધ અને નિરોગી રહે તથા રાષ્ટ્ર સતત પ્રગતિના પંથે આગળ વધે તેવી પ્રાર્થના કરાઇ હતી. સહભાગીઓએ સેવા, સમર્પણ અને સામાજિક એકતાના સંકલ્પને વધુ સુદૃઢ બનાવ્યો હતો. આ પ્રસંગે વિક્રમસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઇ બારોટ, મયૂરસિંહ જાડેજા, નરેશભાઇ મહેશ્વરી, ચંદનસિંહ રાઠોડ, વિરમભાઇ આહીર, યોગેશભાઇ ત્રિવેદી, અલ્પેશભાઇ પટેલ, અશોકભાઇ હાથી, રાજુભાઇ સરદાર, ગણપતભાઇ રાજગોર, નીલેશભાઇ દાફડા, શક્તિસિંહ ઝાલા,  ભીમજીભાઇ ચાવડા, હરેશભાઇ લોંચા, ભરતભાઇ રોશિયા, દીપકભાઇ પટેલ, જયંતભાઇ ઠક્કર, શંકરભાઇ પરમાર,  જિગરભાઇ ગોહિલ, સિદ્ધરાજસિંહ સોઢા વિ. જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd