• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

સીએમ વિજયને મદદની મોદીની ઓફર

ચેન્નાઈ, તા. 11 : તામિલનાડુ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી વિજય સાથે મેટ્રો ટ્રેનમાં સફર કરી હતી. વડાપ્રધાને વિજયને ઓફર આપતાં જણાવ્યું હતું કે, આ રાજ્યને નવી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર તરફથી જે પણ મદદની જરૂર હશે, તે આપવાની પ્રતિબદ્ધતા છે. વડાપ્રધાન મોદીએ ચેન્નાઈ મેટ્રોના બીજા દોરની યોજનાના 14.6 કિ.મી. લાંબા પૂનમલ્લી-વડાપાલાની રૂટનાં ઉદ્ઘાટન સહિત 13 હજાર કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકામોનાં લોકાર્પણ, પાયાવિધિ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, મંદિરોથી માંડીને મેટ્રો સુધી  તામિલનાડુમાં નવાં ભારતની ઝલક દેખાય છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને વિજય મુખ્યમંત્રી બન્યા પછી મોદીનો આ પહેલો ચેન્નાઈ પ્રવાસ છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશને મજબૂત કરવા માટે રાજ્યોને મજબૂત કરવાં જરૂરી છે. એટલે જ કેન્દ્ર સરકાર તામિલનાડુ જેવાં રાજ્યોમાં ઉત્પાદન, નિર્માણને વેગ આપી રહી છે. રાજ્યમાં સરકારો બદલતી રહી, પરંતુ તામિલનાડુના વિકાસ અને અહીંના લોકોની સેવા કરવાનો મારો સંકલ્પ કાયમ રહ્યો, તેવું તેમણે ઉમેર્યું હતું. સરકારના સુકાની તરીકે 25 વર્ષ પૂર્ણ કર્યાના સંદર્ભ સાથે મોદી બોલ્યા હતા કે, હું હંમેશાં રાજ્યોના વિકાસથી દેશના વિકાસનો મંત્ર લઈને ચાલ્યો છું. - મોદીની હાજરીમાં વિજયે કહ્યું, - કેન્દ્ર પાસે અમારા રૂા. 5000 કરોડ બાકી છે, જલ્દી આપો : ચેન્નાઇ, તા. 11 : રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં તામિલનાડુના મુખ્ય પ્રધાન જોસેફ વિજયે કહ્યું હતું કે, સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ તામિલનાડુને કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી રૂા. 5,110 કરોડ મળ્યા નથી. તેમણે પીએમ મોદીને ચેન્નાઇ મેટ્રો રેલના ત્રીજા તબક્કાની મંજૂરી આપવા પણ અપીલ કરી હતી. આ તબક્કામાં એરપોર્ટથી કિલમ્બક્કમ અને પૂનમલીથી સુંગુવરાયત્રમ સુધી મેટ્રો કનેક્ટિવિટી લંબાવવાની યોજના છે.  વિજયે ચેન્નાઇમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ દરમ્યાન વડાપ્રધાન સમક્ષ આ માગણીઓ મૂકી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd